TikTok સ્ટારને ભાજપે ટિકિટ આપી, હવે Viral થઈ રહ્યા છે Video

ચૂંટણી જીત્યા બાદ ટિક ટૉકનો ઉપયોગ વિકાસના કાર્યા દર્શાવવા અને દેશભક્તિ માટે કરીશ : સોનાલી ફોગાટ

ચૂંટણી જીત્યા બાદ ટિક ટૉકનો ઉપયોગ વિકાસના કાર્યા દર્શાવવા અને દેશભક્તિ માટે કરીશ : સોનાલી ફોગાટ

  • Share this:
    ચંદીગઢ : હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Election 2019)માં આ વખતે ટિક ટૉક (Tik Tok) સ્ટાર પણ પોતાનું ભાગ્ય અજમાવવા જઈ રહી છે. ટિક ટૉક એપની મોટી સ્ટાર સોનાલી ફોગાટને ભાજપ (BJP)એ ટિકિટ આપી છે. સોનાલી હવે આદમપુર સીટથી મેદાનમાં ઉતરશે. ભાજપની ટિકિટ મળતાં જ સોનાલી ફોગાટના ટિક ટૉક વીડિયો ઝડપથી વાયરલ (Video Viral) થવા લાગ્યા છે. તેની પર તેમનું કહેવું છે કે તેમને બિલકુલ અંદાજો નહોતો કે ટિકિટ મળ્યા બાદ પહેલાથી વધુ વીડિયો આ હદે વાયરલ થશે.

    આદમપુર વિધાનસભા સીટ પર સોનાલી ફોગાટનો મુકાબલો કોંગ્રેસ પાર્ટીના કુલદીપ બિશ્નોઈ સામે થશે. 2014ની ચૂંટણીમાં કુલદીપ બિશ્નોઈએ અલગ પાર્ટી બનાવીને ચૂંટણી લડી હતી અને ત્યાંથી જીત્યા હતા. 2014માં કુલદીપ બિશ્નોઈનો મુકાબલો ઈન્ડિયન નેશનલ લોકદળના કુલદીપ સિંહ બેનીવાલ સાથે થયો હતો. આ વખતે ઈન્ડિયન નેશનલ લોકદળે આ સીટથી રાજેશ ગોદરાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

    સોનાલીના પતિ સંજય ફોગાટ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને તેમના મૃત્યુ બાદ સોનાલી પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. પાર્ટીએ તેમને પ્રદેશ મહિલા મોર્ચા એકમના ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા હતા. ન્યૂઝ18 ઈન્ડિયા સાથે વાતચીત કરતાં સોનાલી ફોગાટે જણાવ્યું કે પતિની યાદમાં ગીત પણ ગાયું.

    સોનાલી ફોગાટે જણાવ્યું કે તેઓ ચૂંટણી જીત્યા બાદ ટિક ટૉકનો ઉપયોગ રાજ્યમાં કરવામાં આવેલા વિકાસને રજૂ કરવા અને દેશભક્તિ માટે કરશે. તેઓએ કહ્યું કે મને ટિક ટૉકના કારણે ભાજપે ટિકિટ નથી આપી પરંતુ છેલ્લા 12 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી એક સમર્પિત કાર્યકર્તા છું.

    આ પણ વાંચો,

    વેનેજુએલામાં કેદીઓ સાથે અત્યાચાર, નિર્વસ્ત્ર કરી શરીર પર કૂકડા લડાવ્યા
    જાદુટોણાંની આશંકામાં 6 વૃદ્ધોને માનવ મળમૂળ ખાવા મજબૂર કર્યા
    Published by:Mrunal Bhojak
    First published: