કોરોના પીડિત મહિલા સાથે બળાત્કાર, તિહાડ જેલમાં બંધ આરોપીનો ટેસ્ટ કરાયો

કોરોના પીડિત મહિલા સાથે બળાત્કાર, તિહાડ જેલમાં બંધ આરોપીનો ટેસ્ટ કરાયો
ફાઇલ તસવીર

તિહાડ જેલમાં બંધ આરોપીનો હાલ કોવિડ-19 રિપોર્ટ નથી આવ્યો, તેને અન્ય કેદીઓથી અલગ કરી દેવામાં આવ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી : તિહાડ જેલ (Tihar Jail)માં બંધ એક આરોપીને આઇસોલેટ (Isolation) કરવામાં આવ્યો છે. આરોપોનો કોરોના રિપોર્ટ (Prisoner Corona Report) પણ કરવામાં આવ્યો છે. જેલ અધિકારીઓને જાણકારી મળી છે કે આરોપી પર જે મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે તે મહિલા કોરોના પોઝિટિવ હતી. આ સમાચાર પછી જેલ તંત્ર હચમચી ગયું છે. જે બાદમાં આરોપી સાથે રહેતા અન્ય બે કેદીઓને પણ અલગ કરી દેવામાં આવ્યા છે. આ મામલો જેલ નંબર 2નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  આ અંગે તિહાડ જેલના ડીજીનું કહેવું છે કે જેલમાં આવતા તમામ કેદીઓને 14 દિવસ સુધી ક્વૉરન્ટીન રાખવામાં આવે છે. આ માટે વધારે ચિંતાનો કોઈ વિષય નથી. નોંધનીય છે કે જેલ નંબર -2માં બિહારના બાહુબલી માફિયા ડૉન શહાબુદ્દીન અને અંડરવર્લ્ડ ડોન છોટા રાજન પણ બંધ છે. જોકે, આ બંને કોઈના સંપર્કમાં નથી આવ્યા. જેલમાં આ બંનેની કોટડી અલગ છે.  આ પણ વાંચો : હવે શ્રમિક ટ્રેનમાં 1200ના બદલે 1700 લોકો મુસાફરી કરી શકશે, ટ્રેન ત્રણ જગ્યાએ ઊભી રહેશે

  તિહાડ જેલમાં વિદેશી મહિલાઓએ પેરોલની માંગણી કરી

  તિહાડ જેલમાં બંધ 54 વિદેશી મહિલા કેદીઓએ પેરોલની શરતોમાં છૂટ આપવાની માંગ કરી છે. આ માંગણી કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ 54 મહિલાઓએ આ અંગે હાઈ પાવર્ડ કમિટી (HPC)ને એક પત્ર લખ્યો છે. આ સમિતિ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બનાવવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ 19 આવ્યા બાદ ભારતીય કેદીઓના પેરોલ અને વચગાળાના જામીન માટેના નિયમો હળવા કરાયા છે, પરંતુ વિદેશીઓ માટે આવું નથી કરવામાં આવ્યું.

  આ પણ વાંચો : ફરીથી દોડશે ટ્રેન : અમદાવાદમાં શું વ્યવસ્થા? ટિકિટ ક્યાંથી મળશે? જાણો દરેક સવાલના જવાબ

   

  વિદેશી કેદીઓએ પોતાના પત્રમાં લખ્યું છે કે, "અમે વિનંતી કરીએ છીએ કે આવા સમયે અમારી સાથે ભેદભાવ ન રાખવામાં આવે. પેરોલ અને વચગાળાના જામીનના લાભ અમને પણ આપવામાં આવે. અમે પણ માણસ છીએ. અમને પણ કોવિડ-19 થવાનો ખતરો છે." આ પત્ર જસ્ટિસ હેમા કોહલીની અધ્યક્ષતા વાળી સમિતિને મોકલવામાં આવ્યો છે.

  પોલીસ માટે સેનિટાઇઝર બનાવી રહ્યા છે તિહાડ જેલના કેદીઓ

  દિલ્હીની તિહાડ જેલના કેદીઓ કોવિડ 19 સામે લડવા માટે પોતાનું મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે. કેદીઓ હવે ફરજ નિભાવી રહેલા પોલીસકર્મીઓ માટે હેન્ડ સેનિટાઇઝર બનાવી રહ્યા છે. કેદીઓએ અત્યારસુધી 2,000 લીટરથી વધારે સેનિટાઇઝર બનાવ્યું છે. દિલ્હી પોલીસના મોટા અધિકારીએ કહ્યું કે પોલીસ અને કોરોના વાયરસ સામે જંગ લડવા માટે ફિલ્ડ વર્ક કરી રહેલા લોકો માટે મોટા પ્રમાણમાં હેન્ડ સેનિટાઇઝર અને માસ્કની જરૂરિયાત છે. આ માટે જેલના કેદીઓ આ વસ્તુઓ બનાવી રહ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:May 11, 2020, 13:50 pm

  ટૉપ ન્યૂઝ