સારિસ્કા ટાઇગર રિઝર્વમાં ત્રણ બચ્ચા સાથે વાઘણ કેમેરા ટ્રેપમાં કેદ થઇ

ફાઈલ ફોટો

વાઘણે ત્રણ બચ્ચાને જન્મ આપતાની સાથે સારિસ્કા ટાઇગર રિઝર્વમાં વાઘોની સંખ્યા 14થી 17 થઇ ગઇ છે

 • Share this:
  વન્યપ્રેમીઓ માટે સારિસ્કા ટાઇગર રિઝર્વમાંથી આનંદના સમાચાર આવ્યા છે. રાજસ્થાનમાં આવેલા સારિસ્કા ટાઇગર રિઝર્વમાં એક વાઘણે (ટાઇગ્રેસ) ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. ટાઇગર રિઝર્વમાં આવેલા એક પાણીના ખાડામાં વાઘણ અને તેના ત્રણ બચ્ચા ત્યાં ગોઠવેલા કેમેરા ટ્રેપમાં કેદ થયા હતા.

  સારિસ્કા ટાઇગર રિઝર્વમાં ગોઠવવામાં આવેલા છુપા કેમેરા (કેમેરા ટ્રેપ)માં 31 ઓગષ્ટનાં રોજ વાઘણ અને તેના ત્રણ બચ્ચા જોવા મળ્યા હતા. સ્થાનિક વન વિભાગ આ સમાચાર સાંભળી રાજી થઇ ગયો હતો. કેમ કે, એક વર્ષ પહેલા આ વાઘણ ગુમ થઇ ગયાના સમાચાર આવ્યા હતા અને વાઘનો શિકાર થઇ ગયો હતો.

  વાઘણે ત્રણ બચ્ચાને જન્મ આપતાની સાથે સારિસ્કા ટાઇગર રિઝર્વમાં વાઘોની સંખ્યા 14થી 17 થઇ ગઇ છે. જેમાં પાંચ બચ્ચાઓ છે અને 12 વાઘ પુખ્ત છે.

  આ સ્ટોરી પણ વાંચો

  વિશ્વમાં પહેલી વખત એવી ઘટના બની હતી કે જ્યારે સારિસ્કા ટાઇગર રિઝર્વમાંથી 2004-05માં ત્યાંના તમામ ટાઇગરનો શિકાર થઇ ગયો અને આ પછી બીજા ટાઇગર રિઝર્વમાંથી ટાઇગર લાવી સારિસ્કામાં વસાવવામાં (રિલોકેટ) કરવામાં આવ્યા હતા.

  સારિસ્કા ટાઇગર રિઝર્વમાંથી તમામ વાઘોનો શિકાર થઇ જતા સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો હતો અને વાઘોના સરંક્ષણ મામલે ચિંતા ઉભી થઇ હતી.

  2008માં પહેલી વખતે રણથંઙોરમાંથી વાઘને એરફોર્સનાં હેલિકોપ્ટર મારફતે સારિસ્કા ટાઇગર રિઝર્વમાં લઇ જવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષમાં રાજસ્થાનમાં વાઘોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
  Published by:kiran mehta
  First published: