રિપોર્ટમાં ખુલાસો- કોર્બેટ નેશનલ પાર્કમાં હાથીઓને મારી ખાઈ રહ્યા છે વાઘ

જીમ કોર્બેટ નેશનલ પાર્કના અધિકારીઓની તપાસમાં આ ચિંતાજનક બાબત સામે આવી

News18 Gujarati
Updated: June 17, 2019, 9:52 AM IST
રિપોર્ટમાં ખુલાસો- કોર્બેટ નેશનલ પાર્કમાં હાથીઓને મારી ખાઈ રહ્યા છે વાઘ
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 17, 2019, 9:52 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : ઉત્તરાખંડના કોર્બેટ નેશનલ પાર્કમાં વાઘ, હાથીઓને મારી રહ્યા છે અને કેટલાક મામલાઓમાં તેમને ખાઈ પણ રહ્યા છે. એક ઓફિશિયલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વાઘ ખાસ કરીને નાની ઉંમરના હાથીઓનો શિકાર કરી રહ્યા છે.

વન્યજીવ વિશેષજ્ઞોનું કહેવું છે કે નેશનલ પાર્કના અધિકારીઓની તપાસમાં આ ચિંતાજનક બાબત સામે આવી છે. કારણે કે વાઘ સામાન્ય રીતે હાથીઓને નથી ખાતા. અધ્યયન મુજબ 2014થી 31 મે 2019ની વચ્ચે જાનવરોની વચ્ચે લડાઈમાં કુલ 9 વાઘ, 21 હાથી અને 6 દીપડાના મોત થયા છે.

વન્યજીવ વિશેષજ્ઞોએ કહ્યું કે, ત્રણ પ્રજાતિઓની વચ્ચે કુલ 36 મામલાઓમાં 21 માત્ર હાથીઓના મામલા હતા. ઘણી આશ્ચર્યજનક બાબત એ હતી કે લગભગ 60 ટકા જંગલી હાથીઓના મોતના મામલા (13 મામલા) વાઘોના હુમલામાં સામે આવ્યા અને તે પણ ખાસ કરીને ઓછી ઉંમરના હાથીઓ પર વાઘોએ હુમલો કર્યો.

IFS અધિકારીએ કહ્યુ-

સિનિયર આઈએફએસ અધિકારી અને નેશનલ પાર્કના પ્રભારી સંજીવ ચતુર્વેદીએ કહ્યું કે વાઘો દ્વારા હાથીઓના ખાવાની ઘટના આશ્ચર્યમાં મૂકનારી છે. નેશનલ પાર્કના ડાયરેક્ટર ચતુર્વેદીએ કહ્યું કે, તેનું એક કારણ એ હોઈ શકે છે કે સાંભર અને ચીતલ જેવી પ્રજાતિઓના શિકારની તુલનામાં હાથીના શિકારમાં વાઘોને ઓછી ઉર્જા અને પ્રયાસની જરૂર પડે છે. હાથીઓને મારવામાં તેમને મોટી માત્રામાં ભોજન મળી જાય છે.
Loading...

તેઓએ જણાવ્યું કે નેશનલ પાર્કની પરિસ્થિતિ પણ અદભૂત છે કારણ કે અહીં 225 વાઘ અને લગભગ 1100 જંગલી હાથી છે જ્યારે રણથંભોર, કાન્હા અને બાંધવગઢ જેવા બીજા નેશનલ પાર્કમાં મુખ્ય રીતે વાઘ છે.
First published: June 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...