'આર્ટિકલ 370 ખતમ કરશો તો ભારત અને J&Kનો સંબંધ ખતમ થઈ જશે'

મહેબૂબા મુફ્તિ (પીટીઆઈ તસવીર)

મહેબૂબ મુફ્તિનું આ નિવેદન કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીના આર્ટિકલ 35Aને લઇને આપવામાં આવેલી કોમેન્ટ બાદ આવ્યું છે. જેટલીએ કહ્યું હતું કે, 35A એક બંધારણિય રીતે દોષપૂર્ણ અને જમ્મુ-કાશ્મીરના આર્થિક વિકાસ માટે બાધક છે.

 • Share this:
  શ્રીનગર : જમ્મુ-કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના અધ્યક્ષા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ આર્ટિકલ 370ને લઈને મોટું નિવેદન આપ્યું છે. મહેબૂબાએ ચેતવણી ભર્યા અંદાજમાં કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર આર્ટિકલ 370ને ખતમ કરી નાખશે તો ભારતનો જમ્મુ-કાશ્મીર સાથેનો સંબંધ પણ ખતમ થઈ જશે. નોંધનીય છે કે આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે.

  મહેબૂબ મુફ્તિનું આ નિવેદન કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીના આર્ટિકલ 35Aને લઇને આપવામાં આવેલી કોમેન્ટ બાદ આવ્યું છે. જેટલીએ કહ્યું હતું કે, 35A એક બંધારણિય રીતે દોષપૂર્ણ અને જમ્મુ-કાશ્મીરના આર્થિક વિકાસ માટે બાધક છે.

  જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, "જો તમે આર્ટિકલ 370નો બ્રીજ તોડી નાખો છો તો તમારે પછી ભારત અને જમ્મુ-કાશ્મીર વચ્ચે સંબંધ પર વાતચીત શરૂ કરવી પડશે. અહીં તમારે એક નવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. શું એક મુસ્લિમ બહુમતિ ધરાવતું રાજ્ય તમારી સાથે રહેવા માંગશે? જો તમે આર્ટિકલ 370 ખતમ કરશો તો જમ્મુ-કાશ્મીર સાથે તમારો સંબંધ પણ ખતમ થઈ જશે."

  શું છે આર્ટિકલ 35A?

  કલમ 35A, જમ્મુ-કાશ્મીરને એક રાજ્યના રૂપમાં વિશેષ અધિકારો આપે છે. આ અંતર્ગત આપવામાં આવેલા અધિકારો 'સ્થાનિક રહેવાસી'ઓ સાથે જોડાયેલા છે. જેનો મતલબ એવો થાય કે જમ્મુ-કાશ્મીર રાજ્યને એ વિશેષ અધિકાર છે કે તે આઝાદી સમયે બીજી જગ્યાએથી આવેલા અન્ય શરણાર્થીઓ અને અન્ય ભારતીયોને જમ્મુ-કાશ્મીરમાં કેવા પ્રકારની સગવડ આપવી કે ન આપવી તે નક્કી કરી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: