Home /News /national-international /National Cinema Day 2022: આ દિવસે માત્ર 75 રૂપિયામાં જ જોવો મૂવી, PVR-Inox સહિત 4000 સ્ક્રિન સામેલ

National Cinema Day 2022: આ દિવસે માત્ર 75 રૂપિયામાં જ જોવો મૂવી, PVR-Inox સહિત 4000 સ્ક્રિન સામેલ

ફાઇલ તસવીર

National Cinema Day 2022: નેશનલ સિનેમા દિવસે દેશના મોટા-મોટા મલ્ટિપ્લેક્સમાં માત્ર 75 રૂપિયામાં જ ટિકિટ મૂવીની ટિકિટ મળશે. તેમાં PVR-Inox સહિત 4000 જેટલી સ્ક્રિનોએ ભાગ લીધો છે. આમ, અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
    અમદાવાદઃ કોરોનાકાળ બાદ થિયેટર્સ-મલ્ટિપ્લેક્સમાં હજુ લોકો પાછાં ફર્યા નથી. સામાન્ય રીતે કોઈપણ થિયેટર કે મલ્ટિપ્લેક્સમાં 100 રૂપિયાની આસપાસ કે તેથી વધુ ટિકિટનો ભાવ લેવામાં આવે છે. ત્યારે આ વર્ષે નેશનલ સિનેમા દિવસે એટલે કે 16મી સપ્ટેમ્બરે દેશના મોટા-મોટા મલ્ટિપ્લેક્સમાં માત્ર 75 રૂપિયામાં જ મૂવીની ટિકિટ આપવામાં આવશે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આ વર્ષે અનોખી રીતે ઉજવણી કરવાની જાહેરાત કરી છે.

    MIAએ ટ્વીટથી જાહેરાત કરી


    મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ટ્વીટર પર આ જાણકારી આપતા લખ્યું હતું કે, ‘માત્ર 75 રૂપિયાની જ ટિકિટ આપીને થિયેટર્સ નેશનલ સિનેમા દિવસની ઉજવણી એકસાથે કરશે. નેશનલ સિનેમા દિવસે 4000થી વધુ સ્ક્રિન આમાં ભાગ લેશે. તેમાં પીવીઆર, આઇનોક્સ, સિનેપોલ્સ, કાર્નિવલ, મિરાજ, સિટીપ્રાઇડ, એસિયન, મુક્તા એ2, મૂવી ટાઇમ, વેવ, એમ2કે, ડિલાઇટ અને અન્ય ઘણી સ્ક્રિન સામેલ છે. #NationalCinemaDay2022 #16thSep’


    દર્શકોને ‘થેન્ક્યૂ’ કહેવા અનોખી ઉજવણી


    આ ઉપરાંત વધુ એક ટ્વીટમાં MIAએ પ્રેસ રિલિઝ મૂકી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાકાળ બાદ સફળ રીતે થિયેટર્સના રિઓપનિંગ માટે દર્શકોને ‘થેન્ક્યૂ’ કહેવા માટે નેશનલ સિનેમા દિવસની આ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ બાદ થિયેટર્સમાં લોકો બહુ ઓછા જાય છે. ત્યારે થિયેટર્સ માલિકોની ગાડી પાટે લાવવા માટે આ અનોખો નુસખો કરવામાં આવ્યો છે. આટલી ઓછી કિંમત રાખી લોકોને આકર્ષવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચોઃ લેસ્બિયન મૂવી ‘ખતરા’ને સ્ક્રિન ન મળતા રામ ગોપાલ વર્મા નારાજ

    4000થી વધુ થિયેટર્સની ભાગીદારી


    આ ઉજવણીમાં ભાગ લેનારા 4000થી વધુ થિયેટર્સમાં એક દિવસનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત એસોસિએશને એ પણ જણાવ્યું હતું કે, જે થિયેટર્સ આ ઉજવણીમાં ભાગ લેશે તે તેમના સોશિયલ મીડિયા હેન્ડ્લ્સ પર પણ આ ડિસ્કાઉન્ટની જાહેરાત કરશે.

    આ પણ વાંચોઃ થિયેટરમાં ફ્રીમાં જોવા મળશે ફિલ્મ, શરત માત્ર આટલી જ

    અમેરિકાએ સૌથી પહેલાં આવો નુસખો અજમાવ્યો હતો


    સિનેમા દિવસ પર સૌથી સસ્તા ભાવે ટિકિટ વેચવાની શરૂઆત અમેરિકાએ કરી હતી. 3 સપ્ટેમ્બરના દિવસે અમેરિકામાં રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે અમેરિકાએ કોઈપણ ફિલ્મની ટિકિટ 3 ડોલર જ ભાવ રાખી દર્શકોને આકર્ષવાનો તખ્તો તૈયાર કર્યો હતો. હવે અમેરિકા બાદ ભારતમાં પણ આ નુસખો વાપરવામાં આવશે. જેમાં માત્ર 75 રૂપિયામાં જ મૂવી ટિકિટ મળશે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Bollywood Movie, Cinema, Ticket booking

    विज्ञापन
    विज्ञापन