Home /News /national-international /Bihar : ધોળા દાડે બેંકમાં ઘૂસ્યા ગુંડાઓ, બંદૂકની અણીએ કરી લાખો રૂપિયાની લૂંટ

Bihar : ધોળા દાડે બેંકમાં ઘૂસ્યા ગુંડાઓ, બંદૂકની અણીએ કરી લાખો રૂપિયાની લૂંટ

બિહારના ગોપાલગંજમાં ઉત્તર બિહાર ગ્રામીણ બેંકમાંથી લૂંટ

બેંક લૂંટની આ ઘટના બિહારના ગોપાલગંજ જિલ્લામાં બની હતી. આ ઘટના બાદ SPએ કહ્યું કે, મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પશ્ચિમ ચંપારણની કોઈ ગેંગ હોઈ શકે છે.

ગોપાલગંજ : ગોપાલગંજમાં ધોળા દાડે બદમાશોએ એક બેંકમાં દરોડા પાડીને પૈસા લૂંટી લીધા હતા. આ ગુંડાઓએ બેંક કર્મચારીઓને બંદૂકની અણી પર રાખીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના બૈકુંઠપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજાપટ્ટી બજારની છે. ઘટના બાદ બાઇક સવાર ગુનેગારો ફાયરિંગ કરતા કરતા આરામથી ફરાર થઇ ગયા હતા.

ઘટનાની માહિતી મળતાં જ SP સ્વર્ણ પ્રભાતે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, બેંકમાં લગાવેલા CCTVની તપાસ કર્યા બાદ બેંક કર્મચારીઓ દ્વારા પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ SPએ સમગ્ર મામલામાં સદર SDPO સંજીવ કુમારના નેતૃત્વમાં SITની રચના કરી છે.

SITએ ગુનેગારોની શોધમાં દરોડા પાડવાનું શરૂ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર છ જેટલા ચોરો ત્રણ બાઈક પર સવાર થઈને રાજાપટ્ટી માર્કેટમાં પહોંચ્યા અને ફાયરીંગ કરતા કરતા ઉત્તર બિહારની ગ્રામીણ બેંકમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ બેંકમાં હાજર કર્મચારીઓ અને ગ્રાહકોને ગન પોઈન્ટ પર રાખી આ ચોરોએ લૂંટ શરૂ કરી હતી. મામલાની માહિતી આપતા SPએ કહ્યું કે, આ લુંટારાઓએ ચાર લાખ 75 હજાર રૂપિયાની લૂંટ થઈ છે. CCTVથી પરથી ગુનેગારોની ઓળખ કરીને પોલીસ તેમને પકડવા માટે દરોડા પાડવામાં વ્યસ્ત છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પશ્ચિમ ચંપારણની કોઈ ગેંગ હોઈ શકે છે.

આ પણ વાંચો : ડેટિંગના સમાચાર બાદ ફેમસ કપલને ફેમિલી તરફથી મળી લીલી ઝંડી, ફેન્સ રાહ જોઈ રહ્યા છે લગ્નની!

આ ઘટના બાદ માર્કેટના વેપારીઓમાં ગભરાટ વધી ગયો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ગયા વર્ષે બૈકુંઠપુર પોલીસ સ્ટેશનના પકડી મોર પાસે ગુનેગારોએ સીએસપી ઓપરેટરને ગોળી મારીને પાંચ લાખ રૂપિયાની લૂંટ કરી હતી. જોકે, આ બિહારમાં લુંટની આ બીજી મોટી ઘટના હોવાનું માનવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Bank, Bihar Crime, Loot cctv