કેરળના સિજોયે ઓટોમેટિક ટેન્ડર કોકોનેટ પિલિંગ મશીન વિકસિત કરી

કેરળના સિજોયે ઓટોમેટિક ટેન્ડર કોકોનેટ પિલિંગ મશીન વિકસિત કરી

મશીન 100 મિમિ બ્લેડથી લેસ છે. જે 40 સેકન્ડની અંદર બહારના આવરણને હટાવી નાખે છે. જેનો મતલબ એ છે કે એક કલાકમાં ઓછામાં ઓછા 60 નારિયેળને છોલી શકાય છે

 • Share this:
  Chandrakanth Viswanath

  તિરુવનંતથપુરમ : રાજ્યની બહાર કોઈ કેરળ વિશે વિચારે તો તેના મનમાં સૌથી પહેલા નાળિયેર યાદ આવે છે. ત્રિશુરના કંઝનીનો મૂળ નિવાસી કેસી સિજોય સાઉદી અરબમાંથી પરત ફર્યો તો તેણે એક વ્યવસાય વિશે વિચાર કર્યો. તેના મનમાં ટેન્ડર નાળિયેરનો વ્યવસાય સ્વાભાવિક રુપથી આવ્યો હતો. થોયલાસરીમાં નેત્તુર ટેકનિકલ ટ્રેનિંગ ફાઉન્ડેશનમાં (NTTF)ટૂલ એન્ડ હાર્ડ મેકિંગનો કોર્સ કર્યા પછી સિજોયે સાઉદી અરબમાં બે વર્ષ પસાર કર્યા હતા. આ પછી કેરળ પરત ફર્યો હતો અને બિઝનેસ શરૂ કરવા માંગતો હતો. જેને ઓટોમેટિક ટેન્ડર કોકોનેટ પિલિંગ મશીનનો વિચાર આવ્યો હતો.

  સિજોયે ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડરોને નારિયેળ છોલવામાં ઘણો શ્રમ કરવો પડી રહ્યો હતો. તે આકર્ષક પણ ન હતા. કેટલીક મશીનો ફક્ત ટેન્ડર નારિયેળ પણ કેન્દ્રીત હતા.

  આ પણ વાંચો - વિરાટ કોહલી થઈ ગયો હતો ડિપ્રેશનનો શિકાર, ભારતીય કેપ્ટનનું દર્દ આવ્યું સામે

  આ મશીન કેવી રીતે કામ કરે છે તેના વિશે સિજોયે જણાવ્યું કે મશીન 750 વોટની મોટરથી સંચાલિત હોય છે. નારિયેળને પકડવા અને ધૂમાવવા માટે એક છેડા પર લીવર હોય છે. બીજા છેડે એક ધૂર્ણન ઉપકરણ હોય છે. એક ધારદાર ચાકુને નારિયેળ સાથે નીતે રાખવામાં આવે છે. મશીન 100 મિમિ બ્લેડથી લેસ છે. જે 40 સેકન્ડની અંદર બહારના આવરણને હટાવી નાખે છે. જેનો મતલબ એ છે કે એક કલાકમાં ઓછામાં ઓછા 60 નારિયેળને છોલી શકાય છે.

  આ મશીનથી નારિયેળ છોલવાના ઘણા ફાયદા છે

  - નારિયેળ એક સમાન આકારના રહે છે.
  - દેખાવમાં આકર્ષક લાગે છે.
  - પેક કરવા આસાન છે અને વધારે સંખ્યામાં નારિયેળ સ્ટોર કરી શકાય છે.
  - વધારે સંખ્યામાં પરિવહન કરવું આસાન છે
  - ઉપયોગ કરવામાં આસાન રહે છે, ગ્રાહક ચાકુનો ઉપયોગ કરી ખોલી શકે છે.
  - વેસ્ટનો ઉપયોગ પશુના ભોજનમાં થઈ શકે છે.
  - વધેલા કચરાનો ખાતરના રૂપમાં ઉપયોગ કરી શકાય છે.
  Published by:Ashish Goyal
  First published: