વિચિત્ર ઘટના! છૂટાછેડાના ત્રણ વર્ષ બાદ મહિલાએ પિયરમાં આપ્યો બાળકને જન્મ, DNA ટેસ્ટથી સાબિત થશે પત્ની 'બેવફા' છે કે નહી

વિચિત્ર ઘટના! છૂટાછેડાના ત્રણ વર્ષ બાદ મહિલાએ પિયરમાં આપ્યો બાળકને જન્મ, DNA ટેસ્ટથી સાબિત થશે પત્ની 'બેવફા' છે કે નહી
પ્રતિકાત્મક તસવીર

મહિલાનો દાવો કર્યો છે કે આ બાળક તેના પતિનું જ છે. જ્યારે પતિએ આ વાતની ચોક્કી ના પાડતા કહ્યું હતું કે આ બાળક તેનું કેવી રીતે હોઈ શકે કારણ કે ત્રણ વર્ષથી તેની પત્ની સાથે સંબંધ જ નથી.

  • Share this:
    હમીરપુરઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હમીરપુર (Hamirpur) વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. જ્યાં તલાકના ત્રણ વર્ષ વિત્યા બાદ એક મહિલાએ પિયરમાં બાળકને જન્મ આપ્યો હતો. મહિલાનો દાવો કર્યો છે કે આ બાળક તેના પતિનું જ છે. જ્યારે પતિએ આ વાતની ચોક્કી ના પાડતા કહ્યું હતું કે આ બાળક તેનું કેવી રીતે હોઈ શકે કારણ કે ત્રણ વર્ષથી તેની પત્ની સાથે સંબંધ જ નથી.

    હમીરપુરના રહેનારા આ દંપતીના ફેમિલી કોર્ટમાં ત્રણ વર્ષ પહેલા તલાક થઈ ચૂક્યા હતા. આ મામલે પતિ રામ આસરેએ ફેમિલી કોર્ટમાં (family court) ડીએનએ ટેસ્ટની (DNA test) માંગણી કરતા અરજી દાખલ કરી હતી. પરંતુ ફેમિલી કોર્ટે તેની અરજી નકારી કાઢી હતી. ત્યાર બાદ આ કેસ ઈલાહાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.



    ઈલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વિવેક અગ્રવાલની એકલ પીઠે આ મામલાની સુનાવણી કરતા મહત્વનો ચૂકાદો આપ્યો હતો. અને આદેશ કર્યો હતો કે ડીએનએ ટેસ્ટથી સાબિત થઈ શકશે કે પત્ની બેવફા છે કે નહીં. હાઇકોર્ટે કહ્યું કે રામ આસરે બાળકાના પિતા છે કે નહીં આ સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટ સૌથી સારો ઉપાય છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભૂમાફિયાઓએ રૂ. ત્રણ કરોડ બતાવી અભણ ખેડૂતની જમીન પચાવી પાડી, નવ લોકો સામે ફરિયાદ, વિરમ દેસાઈની ધરપકડ

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાલું કારે ફાયરિંગ કરી વીડિયો બનાવી 'સ્ટાઈલ' મારવી 'ભરવાડ' યુવકને ભારે પડી, થઈ ધરપકડ

    આ પણ વાંચોઃ-અમાદાવાદના સોલાના પૈસાદાર ઘરનો શરમજનક કિસ્સોઃ 'તું તો ગામડાની અભણ કહેવાય, અમારા ઘરે તું શોભે નહી'

    ઉલ્લેખનીય છે કે તલાકના ત્રણ વર્ષ બાદ પત્નીએ પીયરમાં બાળકને જન્મ આપ્યો હતો. પત્નીનો દાવો છે કે આ બાળક તેના પતિ રામ આસરેનું જ છે. જ્યારે પતિએ પત્નીની સાથે શારીરિક સંબંધ હોવાનો સાફ ઈન્કાર કર્યો હતો.



    ત્યારબાદ પત્ની નીલમે હમીરપુર ફેમિલી કોર્ટના આદેશને પણ પડકાર્યો હતો. ત્યારબાદ તેના પતિ રામ આસરેએ ફેમિલી કોર્ટમાં ડીએનએ ટેસ્ટ કરવાની માંગણી કરતા એક અરજી દાખલ કરી હતી. જેણે કોર્ટે ત્યારે જ નકારી દીધી હતી.
    Published by:ankit patel
    First published:November 18, 2020, 21:54 pm

    ટૉપ ન્યૂઝ