મધ્યપ્રદેશમાં સાડા ત્રણ વર્ષની છોકરી પર દુષ્કર્મ, પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો આરોપી
મધ્યપ્રદેશમાં સાડા ત્રણ વર્ષની ઉંમરની બાળકી સાથે રેપનો મામલો બહાર આવ્યો છે.
મધ્યપ્રદેશના કટનીમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અહીં એક સાડા ત્રણ વર્ષની ઉંમરની બાળકી સાથે રેપનો મામલો બહાર આવ્યો છે. ઘટનાની માહિતી મળ્યા પછીથી ગામના લોકોએ આરોપીને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો. જોકે પોલીસની બેદરકારીના કારણે આરોપી કસ્ટીમાંથી ભાગી ગયો હતો.
ભોપાલઃ મધ્યપ્રદેશના કટનીમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અહીં એક સાડા ત્રણ વર્ષની ઉંમરની બાળકી સાથે રેપનો મામલો બહાર આવ્યો છે. ઘટનાની માહિતી મળ્યા પછીથી ગામના લોકોએ આરોપીને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો. જોકે પોલીસની બેદરકારીના કારણે આરોપી કસ્ટીમાંથી ભાગી ગયો હતો. આરોપી પોલીસની કસ્ટડીમાંથી ભાગી જવાના કારણે ગામના લોકોમાં રોષ છે. આ ઘટનાની વિરુદ્ધ રવિવારે ગામના લોકોએ ચક્કાજામ પણ કર્યો હતો. બીજી તરફ પોલીસ આરોપીને પકડવા માટે રેડ પણ કરી રહી છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં એ જાણવા મળ્યું છે કે આરોપી યુવક અમેહટા પ્લાન્ટમાં કામ કરનાર કર્મચારી છે. રવિવારે મોડીરાતે લગભગ 3 વાગ્યે તે એક આદિવાસી પરિવારની બાળકીને સૂતેલી ઉઠાડીને લઈ ગયો હતો.
આરોપી બાળકીને સૂતેલી ઉપાડીને લઈ ગયો હતો તે પછીથી આરોપીએ આ બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. પીડિત બાળકી તેના પરિવારના સભ્યોને જ્યારે ઘરમાંથી ન મળી તો તેમણે તેની શોધ શરૂ કરી હતી. જોકે પછીથી શોધખોળ દરમિયાન તે ઘરની બહાર રડતી મળી હતી. બાદમાં બાળકીના પરિવારના સભ્યોએ આ અંગેની વાત ગામના અન્ય લોકોને કરી હતી. પછીથી ગ્રામીણોએ આરોપીને પકડી લીધો હતો અને તેને પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસ હાલ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
ઝારખંડના ગિરિડીહમાં પણ અગાઉ આવી ઘટના બની હતી ઉલ્લેખનીય છે કે બાળકીઓ સાથે રેપ થવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. થોડા દિવસો પહેલા જ ઝારખંડના ગિરિડીહ જિલ્લાના બિરનીના એક મહિલા સરપંચના પતિ પર આઠ વર્ષીય બાળકી પર રેપ કરવાનો આરોપ લાગ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બિરનીની રહેવાસી પીડિતાને ધનબાદ સ્થિત શહીદ નિર્મલ મહતો મડેકિલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની સ્થિતિ સ્થિર છે. તેમણે કહ્યું હતું કે બાળકી પર બિરનીના સંરપચના પતિએ કથિત રીતે રેપ કર્યો, તે પછીથી પીડિત બાળકીને ગંભીર સ્થિતિમાં ગિરિડીહ હોસ્પિટલમા દાખલ કરવામાં આવી છે, જ્યાં સ્થિતિ બગડવા પર નિર્મલ મહતો હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર