ચંદ્ર (moon)તરફ 9,300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અંતરિક્ષનો કચરો આવી રહ્યો છે. આ 3 ટન કચરો ચંદ્ર સાથે ટકરાશે (Three tons of space junk)તો ત્યાં અંદાજે 66 ફૂટ ઊંડો ખાડો થવાની સંભાવના છે. અંતરિક્ષના (space)આ કચરાની અસર વિશે જાણવામાં અનેક મહિનાનો સમય લાગી શકે છે. કચરાના કારણે જે જગ્યા પર ખાડો થશે ત્યાં, ધરતી પરથી અંતરિક્ષમાં દૂરબીનથી જોવું શક્ય નથી. આ કારણોસર સેટેલાઈટના ફોટાથી અસર વિશે પુષ્ટી કરવામાં વધુ સમય લાગી શકે છે. આ દુર્ઘટનાથી જે પણ ખાડો પડશે તેમાં અનેક ટ્રક સમાઈ શકે છે.
આ બાબતે મળતી માહિતી અનુસાર આ કચરો એક દાયકા પહેલા ચીને મોકલાવેલ યાનનો છે. ચીને આ વાતનો ઈન્કાર કર્યો છે. નિષ્ણાંતો અનુસાર કચરો ટકરાશે ત્યાં ખૂબ જ ઊંડો ખાડો થઈ જશે અને તેના કારણે ઊડતી ધૂળ સેંકડો માઈલ સુધી ફેલાશે. વૈજ્ઞાનિકો જણાવે છે કે, ધરતીની નજીકના અંતરિક્ષમાં ફરી રહેલ કચરાની જાણકારી મેળવવી સરળ છે.
કોઈ વસ્તુને દૂરના અંતરિક્ષમાં મોકલવામાં આવે તો તેની સાથે ટકરાવાની આશંકા ઓછી થઈ જાય છે. આ પ્રકારના ટુકડાઓને યાદ રાખવામાં આવતા નથી. અલબત્ત, અંતરિક્ષમાં રસ ધરાવતા લોકો આ બાબત પર સંપૂર્ણ ધ્યાન રાખે છે.
બિલ ગ્રે એ સૌથી પહેલા આ એસ્ટ્રોઈડ વિશે જાણકારી મેળવી હતી. બિલ ગ્રે અનુસાર આ એસ્ટ્રોઈડ સ્પેસ એક્સ સાથે સંબંધિત હતો. જેની જાન્યુઆરીમાં ટકરાવાની વધુ સંભાવના હતી. ત્યાર બાદ તેમણે આ સમગ્ર બાબત અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ રહસ્યમય વસ્તુ સ્પેસ એક્સ સાથે સંબંધિત ન હતી. આ એસ્ટ્રોઈડને જળવાયુ વેધશાળા તરીકે દૂરના અંતરિક્ષમાં મોકલવામાં આવી હતી. આ એક ચીની રોકેટ હતું જે વર્ષ 2014માં પરત આવ્યું હતું.
ચીની મંત્રાલયે આ બાબતે જણાવ્યું હતું કે, તેમનું ચીની રોકેટ ધરતીના વાતાવરણમાં આવતા જ બળી ગયું હતું. જોકે, નિષ્ણાંતો જણાવે છે કે, ચીને એક જેવા બે મિશન એકસાથે અંતરિક્ષમાં મોકલ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ચંદ્ર પર પહેલેથી જ ખૂબ જ ક્રેટર (ખાડા) છે, જેની લંબાઈ 2,500 કિમી છે. હાર્વર્ડ એન્ડ સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના જોનેથન મેક્ડોવેલ ગ્રેની વાત સાથે સહમત થયા છે. તેમણે જણાવ્યું કે, ચંદ્ર પર ખૂબ જ ખાડાઓ છે જેમાં વધુ એક ખાડો ઉમેરાઈ જશે. ચંદ્ર પર કોઈપણ પ્રકારનું વાતાવરણ નથી આ કારણોસર તે સ્થળ પર હંમેશા ખાડા રહે છે.
આ ઘટના ચંદ્ર પર ખૂબ જ દૂરના અંતર પર થશે. ચીનની ચુનાર લેન્ડરથી લઈને નાસાના લુનાર ટોહી ઓર્બિટર સુધી તેની રેન્જમાં કોઈ પણ નહીં રહે. ભારતનું ચંદ્રયાન 2 ત્યાંથી પસાર થઈ ચૂક્યું હશે. નિષ્ણાંતો અનુસાર ચંદ્ર તરફ આગળ વધતો આ કચરો 40 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. જે દર 2 થી 3 મિનિટે ફરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર