શરમજનક ઘટના! બે વિદ્યાર્થિનીઓને ગોંધી રાખીને ત્રણ શિક્ષકોએ છ દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, પોલીસે બે શિક્ષકોને દબોચી લીધા

News18 Gujarati
Updated: October 28, 2020, 9:33 PM IST
શરમજનક ઘટના! બે વિદ્યાર્થિનીઓને ગોંધી રાખીને ત્રણ શિક્ષકોએ છ દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, પોલીસે બે શિક્ષકોને દબોચી લીધા
પ્રતિકાત્મક તસવીર

બંને પિતરાઈ બહેનોના જણાવ્યા પ્રમાણે એક ઘરમાં ગોંધી રાખીને ત્રણ શિક્ષકોએ તેમની સાથે છ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

  • Share this:
સીતામઢીઃ બિહારના સીતામઢી (sitamadhi in bihar) જિલ્લામાં ત્રણ શિક્ષકોએ ખૂજબ ધ્રૂણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો હતો. બે વિદ્યાર્થિનીઓને (Girl student) કેદ કરીને તેની સાથે છ દિવસ સુધી દુષ્કર્મ (rape) આચર્યું હતું. જ્યારે વિદ્યાર્થિનીઓની શોધમાં પોલીસ નીકળી ત્યારે ગભરાયેલા શિક્ષકોએ વિદ્યાર્થિનીઓને છોડી દીધી હતી. ત્યારબાદ ઘરે પહોંચેલી વિદ્યાર્થિનીઓએ પરિવારજનોને આપવીતી સંભળાવી હતી. આ અંગે પોલીસે બે શિક્ષકોને (teacher) દબોચી લીધા છે જ્યારે ત્રીજો શિક્ષક ફરાર થયો છે.

21 ઓક્ટોબરેથી ગાયબ થઈ હતી બે પિતરાઈ બહેનો
મળતી માહિતી પ્રમાણે સુરસંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વિદ્યાર્થિનીઓ 21 ઓક્ટોબરથી ગાયબ હતી. બંને વિદ્યાર્થિનીઓ પિતરાઈ બહેનો હતી. બંને એક સાથે ગાયબ થઈ ગઈ હતી. જેના કારણે પરિવારના હોશ ઉડી ગયા હતા. આ અંગે પરિવારજનોએ સુરસંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની શોધખોળ વચ્ચે અચાનક બંને બહેનો ઘરે પહોંચી
ફરિયાદના આધારે સુરસંડ પોલીસની ટીમે બંને વિદ્યાર્થિનીઓની શોધખોળ કરવાનું ચાલું કર્યું હતું. ત્યારે અચાનક બંને બહેનો ઘરે પહોંચી હતી. અને પરિવારજનોને પોતાની આપવીતી સંભળાવી હતી.

આ પણ વાંચોઃ-સતત બે દિવસના ઘટાડા બાદ Gold-Silverના ભાવમાં ફરી તેજી, જાણો અમદાવાદમાં સોના-ચાંદીના આજના ભાવપીડિત બહેનોની આપવીતી સાંભળી પરિવારના હોશ ઉડી ગયા
પીડિત પિતરાઈ બહેનોએ ઘરે પહોંચીને પોતાની સાથે થયેલી ક્રૂર ઘટના અંગે જણાવ્યું હતું. ત્યારે આ સાંભળીને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. તેમણે કહ્યું કે તેમના શિક્ષક તેમને લલચાવી ફોસલાવીને તેમની સાથે લઈ ગયા હતા. અને એક સુમસામ સ્થળ ઉપર સ્થિત એક ઘરમાં કેદ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ-સુરત: બડાગણેશ મંદિરે જતી આધેડ મહિલાને અજાણ્યા શખ્સે બોચીથી પકડી નીચે પછાડી, પથ્થર વડે માથા ઉપર કર્યો હુમલો

આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! શ્વાન બાંધવાની સાંકળથી પતિએ પત્નીને આપ્યો ટુંપો, પછી ચપ્પા વડે કરી હત્યા, ઓગસ્ટમાં જ થયા હતા Love મેરેજ

ત્રણ શિક્ષકોએ છ દિવસ સુધી બે પિતારઈ બહેનો ઉપર આચર્યું દુષ્કર્મ
બંને પિતરાઈ બહેનોના જણાવ્યા પ્રમાણે એક ઘરમાં ગોંધી રાખીને ત્રણ શિક્ષકોએ તેમની સાથે છ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ જાણીને પરિવારજનોના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી.પોલીસે બે શિક્ષકોને દબોચી લીધા જ્યારે એક ફરાર
વિદ્યાર્થિનીઓએ દુષ્કર્મની જાણકારી આપ્યા બાદ પરિવારજનોએ પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે પીડિત વિદ્યાર્થિનીઓએ આપેલા નિવેદનના આધારે ચાંદપટ્ટી ગામ સ્થિત ઉર્દૂ મખતબ મધ્ય વિદ્યાલયના પ્રધાનાધ્યાપક શંકર પાસવાન, રાજકીય પ્રાથમિક વિદ્યાલય જવાહીના પ્રધાનાધ્યાપક રવિન્દ્ર રામ અને ખાનગી શિક્ષક ચંદન કુમાર ફરિયાદ નોંધી હતી. અને પોલીસે લોકોની મદદથી શંકર પાસવાન અને રવેન્દ્ર રામની ધરપકડ કરી હતી. જ્યારં ચંદન કુમાર ફરાર થયો હતો.
Published by: ankit patel
First published: October 28, 2020, 9:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading