જહાનાબાદ : બિહારના જહાનાબાદ જિલ્લાના મખદૂમપુર બજાર સ્થિત રાષ્ટ્રીય રાજમાર્ગ (NH-83)ના કિનારે રહેલું ત્રણ માળનું મકાન અચાનક ધડામ દઈને ધરાશાયી થયું હતું. જેનાથી નેશનલ હાઇવે બંને તરફથી જામ થઇ ગયો હતો. મકાન પડ્યા પછી લોકો ફોટો અને વીડિયો બનાવવા માટે રસ્તા પર આવી ગયા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. મકાન ધરાશાયી થયું તેના ઠીક પહેલા એક ડમ્પર ત્યાંથી પસાર થયું હતું. જો સહેજ મોડું થયું હોત તો મકાન ટ્રકની ઉપર પડ્યું હોત.
બજાર વચ્ચે બનેલ આ મકાન તાશના પત્તાની જેમ ધરાશાયી થઇ ગયું હતું. સામાન્ય દિવસોમાં ભીડથી ભરેલ આ બજાર લોકડાઉનના કારણે ખાલી હતું. જેના કારણે ત્યાં કોઈને નુકસાન થયું ન હતું. જો લોકોની અવરજવર હોત તો ઘણા લોકોનો જીવ જઇ શકતા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે તે મકાનના નીચેના ભાગમાં એક કાપડની દુકાન હતી. પડી ગયેલ મકાન જર્જરિત અને જૂનું થઇ ગયું હતું. જેને કારણે કોઇ રહેતા ન હતા.
પટનાથી ગયા જતો આ રાજમાર્ગ એટલે કે એનએચ 83 પણ મકાન પડવાના કારણે જામ થઇ ગયો હતો. સ્થળ પર મખદુમપુર પ્રખંડના પ્રખંડ વિકાસ અધિકારી, થાણા પ્રભારી સહિત મોટા અધિકારીઓ પહોંચી ગયા હતા. જેસીબી દ્વારા રોડ ખાલી કરાવવામાં આવ્યો હતો. સ્થાનીક લોકોએ જણાવ્યું કે અચાનક બિલ્ડીંગથી અવાજ આવવા લાગ્યો અને જોત જોતામાં બિલ્ડિંગ ધડામ દઈને પડ્યું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર