ભિવંડીમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 10 લોકોનાં મોત, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

ભિવંડીમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 10 લોકોનાં મોત, અનેક લોકો ફસાયા હોવાની આશંકા
સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 20 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે

સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 20 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે

 • Share this:
  મુંબઈઃ મહારાષ્ટ્ર (Maharashtra)ના પાટનગર મુંબઈ (Mumbai)થી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈની નજીકમાં આવેલા ભિવંડીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી (Bhiwandi Building Collapse) થઈ ગઈ છે. દુર્ઘટના સોમવાર સવારની છે. કાટમાળમાં 35થી 40 લોકો ફસાયા હોવાની આશંકા છે. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફ (NDRF)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમાચાર એજન્સી ANI મુજબ આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોતના અહેવાલ છે.

  અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ, સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 20 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કાટમાળમાં ફસાયેલા બાકી 25 લોકો માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.  આ પણ વાંચો, ડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી!

  થાણે નગર નિગમના પીઆરઓએ જણાવ્યું કે, કાટમાળમાંથી 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. બાકી લોકોની શોધખોળ ચાલી રહી છે.

  આ પણ વાંચો, આ છે WhatsAppની 5 શાનદાર ટિપ્સ અને ટ્રિક! જણો કેવી રીતે કરશો તેનો યૂઝ

  થાણે નગર નિગમના પીઆરઓ મુજબ, આ બિલ્ડિંગ ડેન્જર લિસ્ટમાં હતું. તેને ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે નોટિસ મળ્યા બાદ કેટલાક લોકો અહીંથી જતા રહ્યા હતા, પરંતુ કેટલાક લોકો અહીં રહી રહ્યા હતા.

  મળતી માહિતી મુજબ, મુંબઈમાં થોડા દિવસોમાં ભારે વરસાદના કારણે બિલ્ડિંગ નબળી થઈ ચૂકી હતી. આ બિલ્ડિંગમાં 21 પરિવાર રહેતા હતા. NDRFની ટીમે સોમવાર સવારે કાટમાળમાંથી એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું છે.

  નોંધનીય છે કે, ગત મહિને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. દુર્ઘટનામાં 50 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 5 લોકોએ જીવ ગુમાવ્યો હતો. બિલ્ડિંગ માત્ર 10 વર્ષ જૂની હતી.
  Published by:Mrunal Bhojak
  First published:September 21, 2020, 06:52 am

  ટૉપ ન્યૂઝ