દિલ્હી: ત્રણ બહેનોની ભૂખમરાથી મોતની આશંકા, સરકાર દોડતી થઈ

News18 Gujarati
Updated: July 26, 2018, 9:14 AM IST
દિલ્હી: ત્રણ બહેનોની ભૂખમરાથી મોતની આશંકા, સરકાર દોડતી થઈ

  • Share this:
પૂર્વ દિલ્હીના મંડાવલી વિસ્તારમાં ત્રણ બહેનોનું મોત નિપજ્યું છે. શરૂઆતના પોસ્ટમાર્ટમમાં એ વાતનો સંકેત આપવામાં આવી રહ્યો છે કે, તેમનું મોત ભૂખમરાના કારણે થયું છે. આ મામલો ચર્ચામાં આવતા જ દિલ્હી સરકારે મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે. આ ત્રણેની ઉંમર બે, ચાર અને આઠ વર્ષની હતી અને ગઈ કાલે બપોરે લગભગ એક કલાકે તેમની માં અને અને એક મિત્ર હોસ્પિટલ લઈને આવ્યા હતા. હોસ્પિટલ પ્રશાસને તેમની મોત અંગેની માહિતી આપી.

પોલીસ અધિકારી પંકજ સિંહે જણાવ્યું કે, જીટીબી હોસ્પિટલમાં ડોક્ટર્સના એક બોર્ડે ફરી પરિક્ષણ કર્યું. શરૂઆતના પોસ્ટ માર્ટમ રિપોર્ટ અનુસાર છોકરીઓના મોતનું કારણ કુપોષણ એટલે કે ભૂખમરાથી થયું હોય તેવું જણાય છે.

પોલીસે જણાવ્યું કે, એક ફોરેન્સિક ટીમ તે જગ્યાનું નિરિક્ષણ કરી રહી છે, જ્યાં આ પરિવાર રહેતો હતો અને ત્યાંથી તેમને દવાઓ અને દવાની બોટલો મળી છે. છોકરીઓના પિતા મજદૂર તરીકે કામ કરે છે, અને તે ગઈકાલથી જ લાપતા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, તે કામની શોધમાં ગયો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું કે, છોકરીઓની લાસ પર કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન નથી. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ એક ટ્વીટમાં કહ્યું કે, દિલ્હી સરકારે આ કેસમાં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ કર્યો છે. શરૂઆતમાં આ કુદરતી મૃત્યુંનો મામલો લાગ્યો પરંતુ દવાઓની બોટલ મળ્યા બાદ પોલીસ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે, છોકરીઓની મોતમાં કોઈ ષડયંત્ર તો નથીને.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, પરિવાર ગત શનીવારે આ વિસ્તારમાં આવ્યો હતો અને તેમની વચ્ચે વધારે વાતચીત થઈ નથી. છોકરીઓનો પિતા પહેલા ભાડા પર એક રિક્ષા ચલાવતો હતો, પરંતુ તોડા દિવસ પહેલા તે રિક્ષા ચોરી થઈ ગઈ, ત્યારબાદ તેમને એક મિત્ર પરિવારને આ વિસ્તારમાં લઈ આવ્યો અને તેણે જ પોતાના ઘરમાં તેમને શરણ આપી.

સ્થાનિક લોકોએ કહ્યું કે, મોટી દીકરી ગઈકાલે સ્કૂલ ગઈ હતી. પોલીસ તેની તપાસ કરી રહી છે કે તે અચાનક બિમાર કેવી રીતે થઈ. પોલીસ આ મામલાના દરેક પહેલુની તપાસ કરી રહી છે. જેમાં છોકરીઓના કુપોષણથી મોતનો મામલો શામેલ છે. છોકરીઓના પિતાનો મિત્ર છોકરીઓની મા ની સાથે હોસ્પિટલ આવ્યો હતો, તેણે પોલીસને જણાવ્યું કે, બાળકીઓની તબીયત ખરાબ હતી અને તે તમને હોસ્પિટલ લઈ આવ્યો.છોકરીઓની મા ની માનસિક હાલત સારી નથી અને તેણે પોલીસને જણાવ્યું કે, તેને ખબર નથી કે બાળકીઓને શું થયું અને તેમનું મોત કેવી રીતે થયું.

દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ કેજરીવાલ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, અમે અપેક્ષા કરીએ છીએ કે, ત્રણ બાળકીઓના ભૂખમરાથી મોત બાદ કેજરીવાલ સરકાર કઈ સબક લેશે અને રાશનને લઈ રાજકારણ કરવાને બદલે લોકોની જરૂરિયાત પુરી કરવા પર ધ્યાન આપશે. મનોજ તિવારીએ કહ્યું કે, દેશની રાજધાની જ્યાં રાજ્ય સરકાર દરેક વ્યક્તિના ઘર પર અનાજ પહોંચાડવાની યોજનાઓનો રાજનૈતિક પ્રચાર કરે છે, ત્યાં પ્રદેશના ઉપ મુખ્યમંત્રીના મતક્ષેત્ર વિસ્તારમાં આવી ઘટના બનવી આશ્ચર્ય સાથે ખુબ મોટા દુખની વાત છે.
First published: July 26, 2018
વધુ વાંચો
अगली ख़बर