નાગપુર : મેયર સંદીપ જોશી પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરીને હુમલાખોરો ફરાર

News18 Gujarati
Updated: December 18, 2019, 7:55 AM IST
નાગપુર : મેયર સંદીપ જોશી પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરીને હુમલાખોરો ફરાર
સંદીપ જોશી (ફાઇલ)

નાગપુરના મેયર સંદીપ જોશી (Nagpur Mayor Sandeep Joshi)ની કાર પર ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. હુમલામાં સંદીપ જોશીનો બચાવ થયો છે. નાગપુરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળું સત્ર શરું થવાનું છે.

  • Share this:
નાગપુર : મહારાષ્ટ્રના બીજા મુખ્ય શહેર નાગપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે અજાણ્યા લોકોએ નાગપુર શહેરના મેયર સંદીપ જોશીની કાર પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. આ જીવલેણ હુમલામાં તેમનો બચાવ થયો છે. બાઇક પર આવેલા હુમલાખોરો ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. નાગપુરના વર્ધા રોડના એમ્પ્રેસ પ્યાલેસ હૉલ નજીક આ હુમલો થયો હતો. નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળું સત્ર નાગપુરમાં શરૂ થવાનું છે. આ સમયે જ શહેરના મેયર પર હુમલાની ઘટનાથી સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે.

અડધી રાત્રે હુમલો થયો

ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, નાગપુરના મેયર સંદીપ જોશી પર મંગળવારે અડધી રાત્રે હુમલો થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બાઇક પર બે અજાણ્યા હુમલાખોરો આવ્યા હતા. બંને મેયરની કાર પર હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. બંનેએ મેયરની કાર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શહેરમાં મેયર પર થયેલા જીવલેણ હુમલા પછી સ્થાનિક પોલીસ અને તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. જોકે, આ ગંભીર મામલામાં હજી સુધી કોઈની ધરપકડ નથી કરવામાં આવી.

નાગપુરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે

શહેરના મેયરની કાર પર અડધી રાત્રે થયેલા હુમલા બાદ નાગપુરમાં સુરક્ષા-વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે. આ હુમલો ત્યારે થયો છે જ્યારે નાગપુરમાં વિધાનસભાનું શિળાયું સત્ર ચાલી રહ્યું છે. આ માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત તમામ મંત્રીઓ, અધિકારીઓ નાગપુરમાં છે. આવા સમયે જ મેયરની ગાડી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતાં સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે.
First published: December 18, 2019, 7:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading