Home /News /national-international /

મહારાષ્ટ્રના પૂર્વ CMની પત્ની અમૃતા ફડણવીસનો છૂટાછેડાને લઇ અનોખો દાવો

મહારાષ્ટ્રના પૂર્વ CMની પત્ની અમૃતા ફડણવીસનો છૂટાછેડાને લઇ અનોખો દાવો

પૂર્વ મુખ્યમંત્રીની પત્નીનો દાવો, મુંબઈમાં ટ્રાફિકના કારણે 3% છૂટાછેડા થાય છે (ફોટો-Twitter)

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister of Maharashtra) દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના પત્ની અમૃતા ફડણવીસે (Amrita Fadnavis) આજે અનોખો દાવો કર્યો છે કે મુંબઈ (Mumbai) શહેરમાં ત્રણ ટકા છૂટાછેડાનું કારણ મુંબઈનો ટ્રાફિકજામ (Traffic) છે.

વધુ જુઓ ...
  મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister of Maharashtra) દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના પત્ની અમૃતા ફડણવીસે (Amrita Fadnavis) આજે અનોખો દાવો કર્યો છે કે મુંબઈ (Mumbai) શહેરમાં ત્રણ ટકા છૂટાછેડાનું કારણ મુંબઈનો ટ્રાફિકજામ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં રસ્તાઓ અને ટ્રાફિકની સ્થિતિ વિશે પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે આ વિચિત્ર દાવો કર્યો હતો. આ પછી શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ અમૃતા ફડણવીસનું નામ લીધા વિના તેમના નિવેદન પર ઝાટકણી કાઢી અને તેને આજનું સૌથી વાહિયાત નિવેદન ગણાવ્યું હતું.

  આ પણ વાંચો- Lata Mangeshkar Health Update: લતા મંગેશકરની તબિયત લથડી, ફરી વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા

  અમૃતા ફડણવીસે પત્રકારોને કહ્યું કે ભૂલી જાઓ કે હું દેવેન્દ્ર ફડણવીસની પત્ની છું. હું તમારી સાથે એક સ્ત્રી તરીકે વાત કરું છું. મેં રસ્તાઓ પરના ખાડાઓ અને ટ્રાફિકનો અનુભવ કર્યો છે અને તે આપણને કેવી રીતે પરેશાન કરે છે. અમૃતા ફડણવીસે કહ્યું કે 'શું તમે જાણો છો કે મુંબઈમાં ત્રણ ટકા છૂટાછેડા ટ્રાફિક જામના કારણે થાય છે કારણ કે લોકો તેમના પરિવારને સમય આપી શકતા નથી?'  અમૃતા ફડણવીસે કહ્યું કે તેઓ પોતે પણ રસ્તાઓ પરના ખાડા અને ટ્રાફિક જામમાં ફસાઈ જવાથી પરેશાન છે. જ્યારે પ્રિયંકા ચતુર્વેદીએ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્નીના નિવેદનની મજાક ઉડાવતા કહ્યું કે બેંગલુરુના પરિવારોએ આ દાવા વિશે વાંચવાથી દૂર રહેવું જોઈએ. આ તમારા લગ્ન માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

  આ પણ વાંચો- Stock Market: સેન્સેક્સ 1,00,000ના સ્તરને કરશે સ્પર્શ, જાણો કોને કહી આવી વાત

  પ્રિયંકા ચતુર્વેદીની સાથે અન્ય ઘણા લોકોએ પણ સોશિયલ મીડિયા પર અમૃતા ફડણવીસના નિવેદનની મજાક ઉડાવી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ તેની સાથે પોતાના જોક્સ અને મીમ્સ પણ ઉમેર્યા છે.

  શિવસેનાએ મહિલા નેતાઓએ અમૃતા ફડણવીસના આ નિવેદનની મજાક ઉડાવી છે. શિવસેનાના પ્રવક્તા મનીષા કાયંદેએ કહ્યું કે એવું લાગે છે કે અમારા મામી નવા સંશોધન કરી રહ્યા છે. તેમના માટે વિશેષ બૌદ્ધિક શિબિરનું આયોજન કરવું જોઈએ.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Devendra Fadnavis, Maharashtra, Mumbai News

  આગામી સમાચાર