Home /News /national-international /

અબુધાબીમાં ડ્રોન હુમલાથી તેલ ટેન્કરોમાં ધમાકો, બે ભારતીય સહિત 3 ના મોત, જુઓ VIDEO

અબુધાબીમાં ડ્રોન હુમલાથી તેલ ટેન્કરોમાં ધમાકો, બે ભારતીય સહિત 3 ના મોત, જુઓ VIDEO

અબુધાબીમાં હુમલો

Abu Dhabi Airport Attack updates - યમનના હૂતી વિદ્રોહીઓએ સંયુક્ત અરબ અમીરાત પર હુમલો કરવાની જવાબદારી લીધી

    દુબઈ : સંયુક્ત અરબ અમીરાત (UAE)માં સોમવારે અબુધાબીના (Abu Dhabi)આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Abu Dhabi Airport) પર અને ત્રણ તેલ ટેન્કરોમાં વિસ્ફોટ (Oil Tankers Explode in Abu Dhabi)થયો છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયો છે અને છ લોકો ઇજાગ્રસ્ત છે. અબુધાબી પોલીસે મૃતકોની ઓળખ બે ભારતીય નાગરિક અને એક પાકિસ્તાની નાગરિક તરીકે કરી છે. ઇજાગ્રસ્તોની ઓળખ થઇ નથી.

    અબુધાબી પોલીસે સંદિગ્ધ હુમલા પાછળ હજુ સુધી કોઇ પર શંકા વ્યક્ત કરી નથી. જોકે યમનના હૂતી વિદ્રોહીઓએ સંયુક્ત અરબ અમીરાત પર હુમલો કરવાની જવાબદારી લીધી છે. ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ પહેલા પણ અનેક હુમલાને અંજામ આપ્યો હોવાનો દાવો કર્યો છે. અબુધાબી પોલીસના મતે પ્રારંભિક તપાસમાં નાની-નાની ઉડનાર વસ્તુઓની બન્ને વિસ્તારોમાં પડવાની ખબર પડી છે. જે સંભવિત ડ્રોનથી સંબિધિત હોઈ શકે છે. તેમાં વિસ્ફોટ અને આગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે.

    આ પણ વાંચો - વધારે ઝડપથી ઠંડો થઇ રહ્યો છે પૃથ્વીનો આંતરિક ભાગ? પ્રયોગશાળામાં થયો ખુલાસો

    એજન્સીના જણાવ્યા પ્રમાણે અબુધાબી પોલીસનું કહેવું છે કે ઔદ્યોગિક વિસ્તાર મુસાફ્પામાં ત્રણ ઈંધણ ટેન્કર ટ્રકોમાં વિસ્ફોટ થયો છે. આ હુમલો ડ્રોનથી કરવામાં આવ્યો હતો,જે ત્રણ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓઈલના ટેન્કરોમાં ભારે વિસ્ફોટ થયો હતો. જેની આગ નજીક આવેલી અબુધાબી એરપોર્ટ સુધી પહોંચી ગઈ હતી.



    આ પણ વાંચો - આખરે કેવી રીતે ક્રેશ થયું હતું CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર, કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં થયો ખુલાસો

    હૂતી સૈન્ય પ્રવક્તાએ શું કહ્યું

    છેલ્લા કેટલાક સપ્તાહથી હૂતી વિદ્રોહીઓ દબાણમાં આવી ગયા છે અને ભારી નુકસાન ઉઠાવી રહ્યા છે. જ્યાં યૂએઈ સમર્થિત યમનના બળોએ દેશના પ્રમુખ દક્ષિણી અને મધ્ય પ્રાંતોમાં વિદ્રોહી સમૂહોને ખદેડી દીધા છે. આ દરમિયાન સ્પૂતનિક એજન્સીના રિપોર્ટ પ્રમાણે હૂતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સારીએ હુમલાના સમયમાં અલમાસિરાહ પ્રસારકને (Almasirah Broadcaster) જણાવ્યું કે યમની વિદ્રોહી સમૂહી જલ્દી સંયુક્ત અરબ અમીરાતમાં સૈન્ય અભિયાનને લઇને પોતાની વાત રજુ કરશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Drone, Drone Attack, UAE

    આગામી સમાચાર