આતે કેવી મા! અજાણી મહિલા બાળકીને કાળો ટીકો લગાવીને શૌચાલયના વૉશ બેસિનમાં છોડી ગઈ

આતે કેવી મા! અજાણી મહિલા બાળકીને કાળો ટીકો લગાવીને શૌચાલયના વૉશ બેસિનમાં છોડી ગઈ
વૉશ બેસિનમાં આ રીતે બાળકીને તરછોડી દેવામાં આવી હતી.

મંદિરના મેનેજરે બાળકીના રડવાનો અવાજ સાંભળીને પોલીસ તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇનને જાણ કરી હતી.

 • Share this:
  સંદીપ સોની, હિસાર : રાજકોટમાં (Abandoned newborn found in Rajkot) એક તાજી જન્મેલી બાળકીને તેની માતાએ તડછોડી દીધા બાદ હાલ તે હૉસ્પિટલ (Hospital)માં જીવન અન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. બાળકી મળી આવી ત્યારે તેના શરીર પર ઈજાના અસંખ્ય નિશાન હતા. હરિયાણા (Haryana)ના હિસાર (Hisar City of Haryana)માં પણ એક ત્રણ મહિનાની બાળકી એક શૌચાલયમાંથી (Baby Found from Women Toilet)મળી આવી છે. અગ્રોહા ધામ (Agroha Dham Hisar)ના સરોવર પાસે મહિલાઓ માટે બનાવવામાં આવેલા શૌચાલયના વૉશ બેસિનમાં એક મહિલા ત્રણ મહિનાની બાળકીને તરછોડીને ફરાર થઈ ગઈ હતી. શૌચાલય પાસેથી પસાર થઈ રહેલા મેનેજરે બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો હતો. વૉશ બેશિનમાંથી મળી આવેલી બાળકીના કપાળે કાળો ટીકો લગાવવામાં આવ્યો હતો. બાળકીએ પીળા રંગના વસ્ત્રો પહેરી રાખ્યા હતા. માસૂમને એક ધાબળામાં લપેટીને છોડી દેવામાં આવી હતી.

  ચાઇલ્ડ હેલ્પલાઇન, ક્રાઇમ બ્રાંચ અને પોલીસની ટીમે બાળકીની મેડિકલ તપાસ કરાવી હતી. સીસીસીવીમાં જોવા મળ્યું છે કે બાળકીને કોઈ મહિલા તરછોડીને જતી રહી છે. હાલ મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે. અગ્રોહા ધામના મેનેજર સંદીપ કુમારે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી મંદિરમાં તેઓ ફરજ બજાવે છે. શનિવારે બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ તેઓ મંદિરની તપાસ કરી રહ્યા હતા ત્યારે બાળકીને રડવાનો અવાજ સંભળાયો હતો. ત્યારે તેમણે સરોવર પાસે બનેલા શૌચાલયમાં બાળકીને રડવાનો અવાજ સાંભળ્યો હતો. જે બાદમાં સંદીપે પોલીસ અને ચાઇલ્ડ હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો.

  આ પણ વાંચો : મહિલાદિન નીમિતે તરછોડાયેલી 'અંબા'ની મુલાકાત કરી રાજકોટ પોલીશ કમિશરને લખ્યો સંદેશ

  જાણકારી મળ્યા બાદ અગ્રોહા પોલીસ મથકના એએસઆઇ કમલા, સ્ટેટ ક્રાઇમ બ્રાંચ ટીમ ઇન્સ્પેક્ટર અશોક કુમાર તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇનના સભ્ય કુલદીપ કુમાર મંદિર પહોંચ્યા હતા. જે બાદમાં બાળકીને અગ્રોહા મેડિકલમાં તપાસ માટે મોકલવામાં આવી હતી. જ્યારે ક્રાઇમ બ્રાંચની ટીમ એ તપાસ કરી રહી છે કે કોઈ વ્યક્તિ બાળકીની ચોરી કરીને અહીં તો નથી લાવ્યું ને? બાદમાં ડરના માર્યા બાળકીને તરછોડીને ચાલ્યું ગયું હોય.

  બાળકીને હિસાર મોકલવામાં આવી

   

  સીએમઓ ડૉક્ટર રાહુલ ગૌતમ અને બાળ રોગ નિષ્ણાત તરફથી બાળકીના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. જે બાદમાં બાળકીને પોલીસ ક્રાઇમ બ્રાંચ અને ચાઇલ્ડ હેલ્પલાઇનના સભ્યોને સોંપી દેવામાં આવી હતી. ઇન્સ્પેક્ટર અશોક કુમારે જણાવ્યું કે બાળકી એકદમ સ્વસ્થ છે. ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન એડ્વોકેટ પુનીત ગર્ગે જણાવ્યું કે બાળકી તેમની પાસે પહોંચી ગઈ છે. તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.

  આ પણ વાંચો : 'તારા આગલો દિકરો અમારા ખાનદાનનો નથી, તારા પેટે હવે જે સંતાન થશે તે અમારા કૂળનું થશે'
  Published by:News18 Gujarati
  First published:March 09, 2020, 15:00 pm

  ટૉપ ન્યૂઝ