દારૂ ન મળતા રગવાયા થયા બે ભાઈ, તલપ દુર કરવા પાણી સાથે બનાવ્યો સેનિટાઈઝરનો પેક, બંનેના મોત

સેનિટાઈઝર પીવાથી બે લોકોના મોત

હોળી પર દારૂ ન મળવાને કારણે ત્રણ લોકોએ દારૂના વ્યસન માટે રગવાયા થઈ સેનિટાઇઝર લાવ્યા હતા

 • Share this:
  મધ્યપ્રદેશ : રાજધાની ભોપાલ (Bhopal)માં થોડા દિવસો પહેલા જ સેનિટાઇઝર પીધા પછી ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ફરી એક વખત આવો કિસ્સો મધ્યપ્રદેશમાં જ સામે આવ્યો છે. આ વખતે ભિંડમાં સેનિટાઇઝર પીધા પછી બે ભાઈઓના મોત નીપજ્યા હતા. બંને ભાઈઓએ દારૂના નશાની તલપ દુર કરવા સેનિટાઈઝર પીધું હતું. આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ત્રીજા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

  મળતી માહિતી મુજબ, આ ઘટના ભીંડ જિલ્લાના ચરથર ગામની છે. હોળી પર દારૂ ન મળવાને કારણે ત્રણ લોકોએ દારૂના વ્યસન માટે રગવાયા થઈ સેનિટાઇઝર લાવ્યા હતા. તેઓએ વિચાર્યું કે, આમાં પણ આલ્કોહોલ હોય છે અને આ પણ સારો નશો કરશે. એક જ વિચાર કરીને ત્રણેય સેનિટાઇઝર પી ગયા. મૃતકોનાં નામ રિંકુ લોધી અને અમિત રાજપૂત જણાવાઈ રહ્યા છે, જ્યારે સંજુની હાલત ગંભીર છે.

  આ પણ વાંચોવલસાડ : 71 વર્ષિય વૃદ્ધાએ 78 વર્ષિય વૃદ્ધ પતિની કપડાના ધોકાથી કરી હત્યા, Murderનું કારણ પણ વિચિત્ર

  સેનિટાઇઝર પી ગયાની સાથે જ ત્રણેની હાલત કથળી હતી. આ પછી આસપાસના લોકોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. ડોક્ટરોએ બે લોકોના મોતની પુષ્ટિ કરી છે. એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. આ ઘટના અંગે માહિતી આપતાં લોકોએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિ તેના મામાના પુત્ર અને તેના મિત્ર સાથે હોળીના પ્રસંગે દારૂ લેવા ગયો હતો.

  આ પણ વાંચો - પંચમહાલ : 'સપ્તાહ બાદ યુવતીના હતા લગ્ન', એક-મેકને આપેલું વચન તૂટતા પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત

  સેનિટાઇઝર પીધા પછી બેહોશ થઈ ગયા

  કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણેયને દારૂ પીવાની લત હતી. દારૂ ન મળવાને કારણે, તે સેનિટાઇઝર લાવ્યો. તેમણે પાણીમાં સેનિટાઇઝર મિશ્રિત કર્યું અને ત્યારબાદ ગટગટાવ્યું. ઘરે પહોંચ્યા પછી ત્રણેય બેભાન થઈ ગયા. આ પછી મધ્યરાત્રિ સુધીમાં તેની તબિયત લથડવાનું શરૂ થયું ત્યારબાદ પરિવારના સભ્યોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. પોલીસે સેનિટાઈઝરની બોટલો કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
  Published by:kiran mehta
  First published: