Home /News /national-international /અમેરિકામાં ફરી એક વખત માસ શૂટિંગ, યુનિવર્સિટી ઓફ વર્જીનિયામાં ફાયરિંગના પગલે 3ના મોત

અમેરિકામાં ફરી એક વખત માસ શૂટિંગ, યુનિવર્સિટી ઓફ વર્જીનિયામાં ફાયરિંગના પગલે 3ના મોત

વર્જનિયા યુનિવર્સિટીમાં બનેલી ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ વર્જિનીયામાં ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ હુમલામાં બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. હજી સુધી હુમલાખોર પકડાયો નથી અને તેની શોધખોળ ચાલી રહી છે.

    ન્યુયોર્કઃ અમેરિકાની યુનિવર્સિટી ઓફ વર્જિનીયામાં ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ હુમલામાં બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. હજી સુધી હુમલાખોર પકડાયો નથી અને તેની શોધખોળ ચાલી રહી છે.

    ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

    સોમવારે યુનિવર્સિટી ઓફ વર્જિનિયામાં અચાનકથી એક વ્યક્તિીએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ ફયરિંગમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. આરોપીએ આવું કૃત્ય શાં માટે કર્યું, તેની કોઈની સાથે શું દશ્મનાવટ હતી. તે અંગેના હજી કોઈ પણ ઈનપુટ સામે આવ્યા નથી. જોકે અમેરિકામાં આ કોઈ પ્રથમ ઘટના નથી કે જેમાં કોઈ માસ શૂટિંગના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોય. ઘણી ઘટનાઓમાં અમેરિકામાં આ રીતે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે.

    પૂર્વ ફુટબોલ પ્લેયરે કર્યો હુમલો

    પોલીસને જે માહિતી મળી છે, તે મુજબ આરોપી શખ્સ યૂવીએ ફુટબોલ ટીમનો પૂર્વ પ્લેયર છે. તેણે રવિવારે અચાનકથી ફાયરિંગ શરૂ કરી હતી. હુમલો કર્યા બાદ તે ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની એક તસ્વીર બહાર પાડી છે, તમામને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ માહિતી મળે કે તરંત જ 911 પર જાણ કરવામાં આવે.

    આ પણ વાંચોઃ America Firing : અમેરિકાની ફ્રીડમ ડે પરેડમાં ફાયરિંગ, 6 લોકોના મોત, 57 ઇજાગ્રસ્ત

    અમેરિકામાં નથી અટકી ફાયરિંગની ઘટનાઓ

    અમેરિકામાં થયેલી ફાયરિંગની ઘટનાઓની વાત કરવામાં આવે તો ગત મહિને તો આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ વર્ષે ઓગસ્ટમાં રાજધાની વોશિંગ્ટન ડીસીમાં મોડી રાતે ફાયરિંગની ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયા હતા. આ રીતે અમેરિકામાં ઈન્ડિયાનામાં 18 જુલાઈ ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગ ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં હાઉસ પાર્ટી દરમિયાન 11 જુલાાઈએ હુમલાખોરે કેરેલી ફાયરિંગના પગલે 3 લોકોના મૃત્યુ થયા હતા.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Firing, Shooting, United states of america

    विज्ञापन
    विज्ञापन