America News: લોસ એન્જલસ પોલીસ વિભાગના સાર્જન્ટ ફ્રેન્ક પ્રિસિયાડોએ શનિવારે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા ત્રણ લોકો એક વાહનની અંદર હતા. પોલીસ પ્રવક્તા સાર્જન્ટ બ્રુસ બૌરીહાને જણાવ્યું હતું કે, ‘ચાર ઘાયલોમાંથી બેને ખાનગી વાહનોમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને અન્ય બેને એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યા હતા.’
વોશિંગ્ટનઃ અમેરિકામાં ફરી ફાયરિંગની ઘટના બની છે. અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં શનિવારે વહેલી સવારે એક ભાડાના મકાનમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બેવર્લી ક્રેસ્ટ વિસ્તારમાં બપોરે લગભગ 2.30 વાગ્યે ફાયરિંગ થયું હતું. આ મહિનામાં કેલિફોર્નિયામાં ગોળીબારની આ છઠ્ઠી ઘટના છે.
પોલીસ વિભાગે શું માહિતી આપી?
લોસ એન્જલસ પોલીસ વિભાગના સાર્જન્ટ ફ્રેન્ક પ્રિસિયાડોએ શનિવારે જણાવ્યું હતું કે, ‘માર્યા ગયેલા ત્રણ લોકો એક વાહનની અંદર હતા.’ પોલીસ પ્રવક્તા સાર્જન્ટ બ્રુસ બૌરીહાને જણાવ્યું હતું કે, ‘ચાર ઘાયલોમાંથી બેને ખાનગી વાહનોમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને અન્ય બેને એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યા હતા.’
બેની હાલત સ્થિર, બેની ગંભીરઃ પોલીસ
બૌરીહાને જણાવ્યુ હતુ કે, ‘બે લોકોની હાલત ગંભીર છે અને બે લોકોની હાલત સ્થિર છે. તેમની ઉંમર અને જાતિની ઓળખ તરત જ જાહેર કરવામાં આવી નહોતી. તપાસકર્તાઓ ભાડાના મકાનમાં કોઈ પાર્ટી હતી કે કેવો મેળાવડો થઈ રહ્યો હતો તે અંગે જાણકારી મેળવી રહ્યા છે. પોલીસ પાસે શંકાસ્પદો વિશે કોઈ માહિતી નથી. તેમના કહેવા પ્રમાણે, ગોળીબાર બાદ તપાસકર્તાઓએ પુરાવા ન મળે તેથી ઘટનાસ્થળે સાફસફાઈ કરી દીધી હતી.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર