હરિયાણામાં સ્કૂલ બસ-ટ્રક અકસ્માતમાં વિદ્યાર્થીઓ સહિત પાંચના મોત

News18 Gujarati
Updated: May 1, 2018, 10:26 AM IST
હરિયાણામાં સ્કૂલ બસ-ટ્રક અકસ્માતમાં વિદ્યાર્થીઓ સહિત પાંચના મોત

  • Share this:
હરિયાણામાં સોમવારે સાંજે એક સ્કૂલબસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વિદ્યાર્થીઓ સહિત પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં. આ ઘટના હરિયાણાના ચરખી દાદરી શહેર નજીક બની હતી.

આ દુર્ઘટના દિલ્હી રોડ આપેલા અચિલા તાલ ગામ નજીક બની હતી. જેમાં અઢાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ તમામ ઘાયલ વિદ્યાર્થીઓને નજીકના સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ બી.એ.વી.એન સ્કૂલના હતા. આ સ્કૂલ બીગોવા ગામમાં આવેલી છે. આ વિદ્યાર્થીઓ તેમની સ્કૂલબસમાં સોમવારે સાંજે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો.

આ ઘટનાને નજરે જોનાર દેવેન્દ્ર્ નામના વ્યક્તિએ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડ્યા હતા અને કહ્યુ હતુ કે તમામ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા હતા.

આ અકસ્માત બન્યો ત્યારે અન્ય સ્કૂલ બસો પણ ત્યાં રોકાઇ હતી અને ઇજાગ્રસ્તોને મદદ કરી હતી. જો કે, કરુણતા એ હતી કે, સરકારી દવખાને ઇજાગ્રસ્તોને સારવાર મળી રહે એટલી પુરતી સંખ્યામાં ડોક્ટરો નહોતા. આથી નજીકના ખાનગી દવાખાનાઓમાંથી ડોક્ટરોને બોલાવવા પડ્યા હતા.
આ પછી 14 વિદ્યાર્થીઓને ખાનગી રોહતકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભૂતપુર્વ મંત્રી સતપાલ સંગવાન પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને હરિયાણાના આરોગ્ય મંત્રી અનીલ વીજને કહ્યુ કે, રાજ્યમાં તબીબોની સંખ્યી ઓછી છે તે વાતનો સ્વીકાર કરો અને સ્ટાફની અછત દૂર કરો.તેમણે કહ્યુ કે, આ એક દુખદ ઘટના છે. હું ખુબ જ દુખી છુ. કેમ કે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. પણ આનાથી પણ ખરાબ બાબત એ છે કે, આ રાજયમાં પુરતી મેડિકલ સુવિધાઓ પણ નથી. દાદરી હોસ્પિટલમાં 10 બેડની વ્યવસ્થા છે પણ ડોક્ટરો નથી.
First published: May 1, 2018
વધુ વાંચો
अगली ख़बर