કાશ્મીર : શ્રીનગરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડથી હુમલો, 8 લોકો ઇજાગ્રસ્ત

News18 Gujarati
Updated: October 12, 2019, 5:10 PM IST
કાશ્મીર : શ્રીનગરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડથી હુમલો, 8 લોકો ઇજાગ્રસ્ત
જમ્મુ કાશ્મીર

  • Share this:
આતંકીઓએ (Terrorists) શ્રીનગર (Srinagar) માં ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલો શ્રીનગરના હરિ સિંહ હાઇ સ્ટ્રીટ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જે ભારતીય સેનાનો વિસ્તાર છે. તે પછી અહીં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અને વિસ્તારની ઘેરાબંધી કરાઇ છે. આ ગ્રેનેડ હુમલામાં (Grenade Attack) લગભગ 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે તમામ લોકોની હાલત સ્થિર છે. અને આતંકીઓની શોધખોળ ચાલુ છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા આંતકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પણ આ જ રીતે ગ્રેનેડથી હુમલો કર્યો હતો. અને આ ગ્રેનેડ હુમલો 5 ઓક્ટોબરે કરવામાં આવ્યો હતો. ડીસી ઓફિસની બહાર થયેલા આ હુમલામાં 14 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એક પત્રકાર અને એક ટ્રાફિક પોલીસકર્મી પણ સામેલ હતો. સુરક્ષા એજન્સીઓએ આ પહેલા જ આ મામલે ચેતવણી આપી હતી. આ એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદીઓ ભીડ ભાડ વાળા વિસ્તારમાં આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. આ વાતની જાણકારી મળ્યા પછી લગભગ તમામ જિલ્લા મુખ્યાલયો અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી.અને કંઇ પણ સંવેદનશીલ વસ્તુ રસ્તા પર દેખાય તો તેની તપાસ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી કાશ્મીરમાં વિશેષ અધિકારોને સમાપ્ત કરવામાં આવ્યા છે. ત્યારથી આવા હુમલા થવાની સંભાવનાઓ વધી છે. આ મામલે તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે ભારતીય સેનાના પરિવારજનો જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો છે. જો કે આ હુમલામાં નસીબજોગે કોઇ મોટી જાનહાનિ નથી થઇ. પણ આ હુમલા પછી સેના અને સ્થાનિક તંત્ર દ્વારા વધુ ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर