નવી દિલ્હીઃ કેબિનેટની નિયુક્તિ સમિતિ (ACC)એ વડાપ્રધાન કાર્યાલય (PMO)માં ત્રણ આઈએએસ અધિકારીઓને મોટી જવાબદારી સોંપી છે. જે ત્રણ આઈએએસ અધિકારીઓના નામ પર એસીસીએ મોહર લગાવી છે તેમાં ઉત્તરાખંડના ટિહરીના ડીએમ મંગેશ ધિલ્ડિયાલ (Mangesh Ghidiyal), મધ્ય પ્રદેશ કેડરના આઈએએસ અધિકારી રઘુરાજ રાજેન્દ્રન (Raghuraj Rajendran) અને આંધ્ર પ્રદેશ કેડરની આઈએએસ અધિકારી આમ્રપાલી કાટા (Amrapali Kata) સામેલ છે.
ઉત્તરાખંડના ટિહરીના ડીએમ મંગેશ ધિલ્ડિયાલને પીએમઓમાં અંડર સેક્રેટરી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે મધ્ય પ્રદેશ કેડરના આઈએએસ અધિકારી રઘુરાજ રાજેન્દ્રનને પીએમમોમાં ડાયરેક્ટર અને આંધ્ર પ્રદેશ કેડરની આઈએએસ અધિકારી આમ્રપાલી કાટાને ડેપ્યૂટી સેક્રટરીની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે મંગેશ ધિલ્ડિયાલ રૂદ્રપ્રયાગ જિલ્લાના ડીએમ હતા અને હાલ તેઓ કેદારનાથના પુનર્નિર્માણ અને ચાર ધામ રોડના નિર્માણનું કાર્ય જોઈ રહ્યા હતા.
રૂદ્રપ્રયાગમાં ચાલી રહેલા આં બંને પ્રોજક્ટની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આવી રીતે રઘુરાજ રાજેન્દ્રન કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પ્રાઇવેટ સેક્રેટરીની જવાબદારી નિભાવી રહ્યા હતા.
આમ્રપાલી કાટાને પીએમઓમાં ડેપ્યૂટી સેક્રેટરીના પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમ્રપાલી કાટા આંધ્ર પ્રદેશ કેડર 2010 બેચની આઈએએસ અધિકારી છે. આ પહેલા આમ્રપાલી મંત્રીમંડલીય સચિવાલયમાં ઉપ સચિવ હતી. નોંધનીય છે કે કેબિનેટની નિયુક્તિ સમિતિના ચેરમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જ્યારે ગૃહ મંત્રી અમિત શાહ તેના સભ્ય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર