વિવાદો વચ્ચે પ્રથમ વખત ફ્રાન્સના 3 રાફેલ ફાઈટર વિમાન પહોંચ્યા ભારત

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  ઘણા લાબા સમયથી રાફેલ ફાઈટર વિમાનની કિંમતને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તેવામાં પ્રથમ વખત ફ્રાન્સના 3 રાફેલ ફાઈટર વિમાન ભારતમાં પહોંચ્યા છે. આ ત્રણેય રાફેલ ફાઈટર વિમાન ગ્વાલિયર એરબેસ પર આગામી 3 દિવસ સુધી હાજર રહેશે, જેના પર ભારતીય વાયુસેનાના પાયલોટ ટ્રેનિંગ કરશે.

  અસલમાં, ફ્રાન્સ એરફોર્સના ત્રણ રાફેલ ફાઈટર વિમાન ઓસ્ટ્રેલિયામાં એક આંતરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસમાં સામેલ થવા માટે ગયા હતા અને વાપસીમાં તેઓ ગ્લાલિયરમાં રોકાયા છે. આ અભ્યાસમાં ભારતીય એરફોર્સે પણ ભાગ લીધો હતો અને એવામાં એક સંયુક્ત અભિયાન હેઠળ ભારતીય વાયુસેનાના પાયલોટ ગ્વાલિયરમાં રાફેલ ફાઈટર વિમાન ઉડાવશે. જ્યારે ફ્રાન્સના પાયલોટ મિરાજ 2000 ફાઈટર વિમાન પર હાથ અજમાવશે.

  ઓસ્ટ્રેલિયામાં થયેલ પિચ બ્લેક યુદ્ધભ્યાસમાં ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ અને સુખોઈ-30 વિમાનોએ ભાગ લીધો હતો. ગ્વાલિયર એરબેસ પર રવિવારથી શરૂ થઈ રહેલ સંયુક્ત ટ્રેનિંગ દરમિયાન ફ્રાન્સના પાયલોટ અધતન મિરાજ-2000 વિમાન ઉડાવશે જ્યારે ભારતીય વાયુસેના પાયલોટે રાફેલ ફાઈટર વિમાન પર અભ્યાસ કરશે. આવાનાર દિવસોમાં રાફેલ ફાઈટર વિમાન ભારત પહોંચવાના શરૂ થઈ જશે અને આનાથી પહેલા ભારતીય પાયલોટો માટે આ એક સારો અનુભવ રહેશે.

  ભારતીય એરફોર્સને આશા છે કે, સપ્ટેમ્બર 2019 સુધી 36 રાફેલ ફાઈટર વિમાન દેશમાં આવવાના શરૂ થઈ જશે. બધા વિમાન આવવામાં હજું થોડા વર્ષ લાગશે. આ 36 ફાઈટર વિમાનોને ભારતીય વાયસેનાની બે સ્ક્વોડ્રોનમાં વહેંચવામાં આવશે. એક સ્ક્વોડ્રોન પાકિસ્તાન સાથે મુકાબલા માટે હરિયાણાના અંબાલામાં તૈનાત રહેશે જ્યારે ચીનની હિલચાલને જવાબ આપવા માટે બીજી પશ્ચિમ બંગાળની હાશિમારામાં તૈનાત કરવામાં આવશે.

  પાછલા ઘણા સમયથી રાફેલની કિંમતોને લઈને કોંગ્રેસ બીજેપી પર શાબ્દિક પ્રહાર કરતી આવી છે. ઘણા સમયથી કોંગ્રેસ રાફેલ ફાઈટર વિમાનમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું જણાવી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, મોદી સરકારે રાફેલ વિમાનને વધારે કિંમત આપીને ખરીદ્યા છે, જેને લઈને ખુલાસો પણ માંગવામાં આવ્યો છે અને સાચી કિંમત જણાવવા માટે કહ્યું છે.
  Published by:Mujahid Tunvar
  First published: