Home /News /national-international /

કોરોનાના આઇસોલેશન વોર્ડમાં બે વર્ષના બાળક સહિત ત્રણનાં મોત, રિપોર્ટ બાકી

કોરોનાના આઇસોલેશન વોર્ડમાં બે વર્ષના બાળક સહિત ત્રણનાં મોત, રિપોર્ટ બાકી

પ્રતિકાત્મક તસવીર

તમિલનાડુના સ્વાસ્થ્ય સચિવ આઈએએસ ડૉક્ટર બીલા રાજેશે જણાવ્યું કે, ત્રણેય દર્દીઓ અન્ય બીમારીઓથી પણ પીડિત હતા.

    કન્યાકુમારી : કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દેશભરમાં મોતનો આંકડો વધી રહ્યો છે. શનિવારે તમિલનાડુ (Tamilnadu)માં કથિત રીતે ત્રણ લોકોના આઇસોલેશન વોર્ડ (Isolation Ward for Corona Patient)માં મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વોર્ડ કન્યાકુમારી (Kanyakumari)માં છે.

    તમિલનાડુના સ્વાસ્થ્ય સચિવ આઈએએસ ડૉક્ટર બીલા રાજેશે જણાવ્યું કે, ત્રણેય દર્દીઓની બીજી પણ મેડિકલ ડિસ્ટ્રી હતી. અમે તેમના કોવિડ-19ના મેડિકલ ટેસ્ટના પરિણામની રાહ જોઈ રહ્યા છીએ. પ્રાપ્ત વિગત પ્રમાણે મૃતકમાં બે વયસ્ક અને એક બે વર્ષના બાળકનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો : લૉકડાઉન : રાજસ્થાનમાં 45 ગુજરાતીઓ ફસાયા, પરત આવવા સરકાર પાસે માંગી મદદ

    પ્રાપ્ત વિગત પ્રમાણે 66 વર્ષીય મૃતકની મેડિકલ હિસ્ટ્રીમાં માલુમ પડ્યું છે કે તે ક્રૉનિક કિડની અને લિમ્ફોમાથી પીડિત હતા. જ્યારે 24 વર્ષીય યુવકને ન્યૂમોનિયા થયો હતો. જ્યારે બે વર્ષીય બાળક ઓસ્ટિયોપેટ્રોસિસથી પીડિત હતો.

    દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા

    સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શનિવાર સુધી દેશમાં કોરોનાના 873 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી 775 એક્વિવ છે, જ્યારે 66 લોકો સારા થઈ ચુક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધી કુલ 19 લોકોનાં મોત થઈ ચુક્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, COVID-19, Kanyakumari, Tamilnadu, આરોગ્ય, મોત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन