લાપતા તાંત્રિક સાથે મામા-ભાણેજનાં મૃતદેહ મળ્યા, 'મોક્ષ પ્રાપ્તી' માટે આપઘાત કર્યો હોવાની આશંકા

લાપતા તાંત્રિક સાથે મામા-ભાણેજનાં મૃતદેહ મળ્યા, 'મોક્ષ પ્રાપ્તી' માટે આપઘાત કર્યો હોવાની આશંકા
મહારાષ્ટ્રમાં ચકચારી આત્મહત્યા, તસવીરમાં મામા ભાણેજ ડાબેથી મુકેશ,મહેન્દ્ર અને તાંત્રિક નીતિન (તસવીર : ઇન્ટરનેટ)

વૃક્ષપરથી મળી આવેલા મૃતદેહોનું રહસ્ય ઘેરાયું, ચોથો ફંદો ખાલી લટકી રહ્યો હતો, સમગ્ર દેશમાં ઘટનાના પગલે ચકચાર મચી

 • Share this:
  મહારાષ્ટ્રના ભીવંડીમાં (Bhiwandi) એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જેમાં છેલ્લા 6 દિવસથી લાપતા થયેલા ત્રણ (Missing 3 Youth) યુવકોના મૃતદેહ શંકાસ્પદ (Dead Bodies in bhiwandi) હાલતમાં મળી આવ્યા છે. આ યુવકોએ ઝાડ પર ગળફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. ઘટના મુંબઈના ભીવંડીની છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને યુવકોના મૃતદેહને કબ્જે લીધા છે અને તેના પોસ્ટમોર્ટમની કવાયત હાથધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં મામલો આત્મહત્યાનો (Suicide) લાગી રહ્યો છે.

  જોકે, પોલીસને આશંકા છે કે આ યુવકોએ 'મોક્ષની પ્રાપ્તીट અને ધનવર્ષાના સ્વપ્નમાં આ ખતરનાક કામ કર્યુ છે. જોકે, આ સાથે એક ચોથો ફંદો લટકાયેલો મળ્યો જે ખાલી હતો. પોલીસે આપેલા જાણકારી મુજબ શાહપુરના નિવાસી નીતિન ભરે ઉ.વ. 30 ખર્ડીના ચાંદા ગામના નિવાસી મહેન્દ્ર દુભેલે ઉ.વ.30, અને મુકેશ યાયઘાટ ઉ.વ.22 દિવાળીની સાંજે પોતાના ઘરેથી જલ્દી આવીએ છીએ એવું કહીને નીકળ્યા હતા. જોકે, આ યુવકોનો બાદમાં કોઈ પતો મળ્યો નહોતો. સોમવારે ચાંદા ગામમના જંગલમાં એક રૂપેશ ગાયો ચરાવવા માટે ગયો ત્યારે તેને ઝાડ પરથી ત્રણ યુવકોનો મૃતદેહ મળ્યો હતો. તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.  આ પણ વાંચો : સુરતમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાનું કહેતા નાસભાગ, શું નાગરિકોની કોઈ જવાબદારી જ નથી?

  મૃતક મહેન્દ્ર દુભલે અને મુકેશ ગાયઘાટ મામા ભાણેજ હતા. જ્યારે નીતિન તેમનો સંબંધી હતો. નીતિન છેલ્લા 6 વર્ષથી તાંત્રિક અથા તો સાધુ અવસ્થામાં પહોંચી ગયો હતો. તેમે પોતાના ઘરની અંદર જ એક મંદિર તૈયાર કરાવ્યું હતું. નીતિનના ઘરેથી પોલીસને તંત્ર-મંત્ર અને ચમત્કારની ચોપડીઓ, ચાકુ, ત્રિશૂલ, ચાબૂક, હળદર કંકુ જેવી ચીજો મળી આવી હતી. પોલીસે નીતિનના ઘરમાંથી મળેલા સાહિત્યને જોતો તેમણે મોક્ષ અને ધનની પ્રાપ્તીની લાલસામાં આ કામ કર્યુ હોવાની આશંકા છે.

  પોલીસને ઘટના સ્થળે ત્રણ મૃતદેહ ઝાડ પરથી લટકતા મળ્યા સાથે જ એક ફંદો પણ મળ્યો છે. આ ફંદો ખાલી હોવાના કારણે રહસ્ય ઘેરાયું છે. જોકે, આ ફંદો કોનો હતો તેની માહિતી મળી શકી નથી.

  આ પણ વાંચો :  સુરત : કોરોના અને કર્ફ્યૂના માહોલમાં તાયફો, જાહેરમાં જન્મદિનની ઉજવણી, આતશબાજી પણ કરી

  એવું પણ બની શકે કે આત્મહત્યા કરવા આવેલી ચોથી વ્યક્તિ ત્રણ વ્યક્તિના મોત જોઈને ભાગી હોય અથવા તો આવી જ નહોય. જોકે, આ મામલે શાહપુરના પોલીસ અધિકારી નવનાથ ઢવલેએ જણાવ્યું કે અમને આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. ઘટનાની તલ્સપર્શી તપાસ કરવામાં આવશે. પોલીસ મૃતકોના અંતિમ મોબાઇલ કોલ ડિટેલ પરથી જ કડી ઉકેલી નાખે તેવી વકી છે પરંતુ જે માહિતી સામે આવી છે તે સાચી હોય તો અંધશ્રદ્ધામાં આશાસ્પદ યુવકોની જિંદગી હોમાઇ ગઈ તેમાં બે મત નથી.
  Published by:Jay Mishra
  First published:November 23, 2020, 16:57 pm