ડોન દાઉદની મુંબઇ સ્થિત 3 સંપત્તિની આજે થશે હરાજી

Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 12:58 PM IST
ડોન દાઉદની મુંબઇ સ્થિત 3 સંપત્તિની આજે થશે હરાજી
અંડરવર્લ્ડ ડોન દાઉદની સંપત્તિની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમા ચર્ચગેટ વિસ્તારના ઈન્ડિયન મર્ચેન્ટ ચેમ્બરમાં આ હરાજી કરવામાં આવશે
Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 12:58 PM IST
અંડરવર્લ્ડ ડોન દાઉદની સંપત્તિની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમા ચર્ચગેટ વિસ્તારના ઈન્ડિયન મર્ચેન્ટ ચેમ્બરમાં આ હરાજી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક લોકોએ આ હરાજીમાં ભાગ લેવા માટે આવેદન કર્યું છે. દાઉદ ઇબ્રાહિમની જપ્ત કરવામાં આવેલી 10માંથી 3 પ્રોપર્ટીની હરાજી થવા જઈ રહી છે. જેમાં રૌનક અફરોઝ હોટલ ખાસ છે.

ગત વખતે જર્નાલિસ્ટ એસ બાલાકૃષ્ણને આ માટે 4 કરોડ 28 લાખ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી. પરંતુ તે સમય મર્યાદામાં રકમ ચૂકવી શક્યા નહોતા. આ ઉપરાંત હરાજી કરવામાં આવનારી અન્ય 2 પ્રોપર્ટીઝમાં ડામરવાલા બિલ્ડિંગના 6 રૂમ અને યાકુબ સ્ટ્રીટ સ્થિત શબનમ ગેસ્ટ હાઉસ પણ સામેલ છે.

ડોનની સંપત્તિની હરાજી 
-ડામરવાલા બિલ્ડીંગ, પાકમોડિયા સ્ટ્રીટ, મુંબઈ

-પ્રથમ બોલીની કિંમત-1,55,76,000

-હોટલ રૌનક અફરોઝ, પાકમોડિયા સ્ટ્રીટ, મુંબઈ
-પ્રથમ બોલીની કિંમત-1,18,63,000

-શબનમ ગેસ્ટ હાઉસ, પાકમોડિયા સ્ટ્રીટ, મુંબઈ
-પ્રથમ બોલીની કિંમત- 1,21,43,000
First published: November 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर