PM મોદીને ત્રણ મુખ્યમંત્રીએ કહ્યું - ટ્રેન ચલાવવાથી વધી જશે કોરોના ફેલાવવાનો ખતરો

PM મોદીને ત્રણ મુખ્યમંત્રીએ કહ્યું - ટ્રેન ચલાવવાથી વધી જશે કોરોના ફેલાવવાનો ખતરો
PM મોદીને ત્રણ મુખ્યમંત્રીએ કહ્યું - ટ્રેન ચલાવવાથી વધી જશે કોરોના ફેલાવવાનો ખતરો

મુખ્યમંત્રીઓનું કહેવું છે કે તેનાથી કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી જશે. સરકારે આ નિર્ણય પાછો લેવો જોઈએ

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે લૉકડાઉન (Lockdown)વચ્ચે પાંચમી વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વાયરસ (CoronaVirus)મહામારી પર ચર્ચા કરી હતી. આ દરમ્યાન તેલંગાણા, તમિલનાડુ અને છત્તીસગઢનાં મુખ્યમંત્રીઓએ મંગળવારથી સ્પેશ્યલ યાત્રી ટ્રેન ચલાવવા પર વિરોધ કર્યો હતો. મુખ્યમંત્રીઓનું કહેવું છે કે તેનાથી કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી જશે. સરકારે આ નિર્ણય પાછો લેવો જોઈએ.

    તેમણે કહ્યું કે આ પગલાં રાજ્યો માટે નવી પરેશાની ઉભી કરી શકે છે. કોરોના સંદિગ્ધોની ઓળખ કરીને તેમને અલગ કરવા અને પરીક્ષણ કરાવવામાં પરેશાની થશે. ત્રીજા તબક્કાનું લૉકડાઉન 17 મે એ ખતમ થઈ રહ્યું છે.



    આ પણ વાંચો - લૉકડાઉનમાં 17 મે પછી મળી શકે છે છૂટછાટ, પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે કરેલી વાતચીતમાં રાખ્યો મત- સૂત્ર

    તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ કોરોનાના વધતા મામલાનો હવાલો આપીને કહ્યું કે રાજ્યમાં રેલવેના સંચાલન પર 31 મે સુધી પ્રતિબંધ લગાવવો જોઈએ. આ સાથે રાજ્યમાં ફ્લાઇટ્સના ઉડાન ઉપર પણ મહિનાના અંત સુધી પ્રતિબંધ રહેવો જોઈએ. રાજ્યમાં કોરોના વાયરસના આંકડો 7000 પાર કરી ગયો છે. બેઠકમાં પલાનીસ્વામીએ પીએમ મોદીને કહ્યું કે મીડિયાના માધ્યમથી જાણકારી મળી છે કે ચેન્નાઈથી દિલ્હી નિયમિત ટ્રેન 12 મે થી શરુ થઈ રહી છે. ચેન્નઈમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવા સમયે રાજ્યમાં ટ્રેન ચલાવવાની મંજૂરી 31 મે સુધી આપવી જોઈએ નહીં.

    તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે બેઠકમાં પીએમ મોદીને કહ્યું કે પેસેન્જર ટ્રેનોને ફરીથી શરુ કરવી જોઈએ નહીં. કારણ કે શહેરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. યાત્રાના જોખમથી હજુ બચવું જોઈએ.
    Published by:News18 Gujarati
    First published:May 11, 2020, 21:44 pm