કોરોના પછી યુરોપીયન દેશોમાં 150 બાળકોને થઇ રહસ્યમય બીમારી, 3નાં મોત

પ્રતિકાત્મક તસવીર

ન્યૂયોર્કમાં આ કેસના 100 કેસ સામે આવ્યા છે તો બ્રિટન, ઇટલી જેવા યુરોપીયન દેશોમાં પણ 50 બાળકોને આ રહસ્યમય બીમારી થઇ છે.

 • Share this:
  કોરોના સંક્રમણ (Coronavirus)થી લડી રહેલા અમેરિકા (US)ના ન્યૂયોર્કમાં (New York)માં હવે એક નવી બીમારીએ દસ્તક આપી છે. આ બીમારી હવે બાળકોમાં ફેલાઇ રહી છે. એકલા ન્યૂયોર્કમાં જ 73થી વધુ બાળકો આ રોગની ઝપેટમાં આપી ચૂક્યા છે. અને 3 બાળકોની મોત પણ થઇ છે. સમગ્ર અમેરિકામાં આ રહસ્યમયી બિમારીના 100થી વધુ કેસ સામે આવ્યા છે. અને આવું ખાલી અમેરિકામાં જ નહીં બ્રિટન (Britain), ફ્રાંસ (Farnce), ઇટલી (Italy) અને સ્વિટર્ઝલેન્ડમાં પણ થઇ રહ્યું છે. અહીં કુલ મળીને 50થી જેટલા બાળકોમાં આ લક્ષણ જોવા મળ્યા છે. અને આ અજાણી બીમારીની ઝપેટમાં આવનાર મોટાભાગના બાળકોની ઉંમર 2 વર્ષથી 15 વર્ષની વચ્ચે છે.

  ન્યૂયોર્ક જીનોમ સેન્ટર અને રોકફેલર યુનિવર્સિટીએ મળીને આ બીમારીના કારણો જાણવાનો પ્રયાસ કર્યો છે. શરૂઆતમાં આને કોરોના સંક્રમણ સાથે સંબંધિત માનવામાં આવતું હતું. પણ ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રૂયૂ ક્યોમોના જણાવ્યા મુજબ આ રહસ્યમય બિમારીમાં મોટા ભાગના બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થવાના કોઇ પણ લક્ષણ નજરે નથી પડતા. ક્યોમોએ ભલે મોતના આંકડા 3 જ કહ્યા હોય પણ સ્થાનિક મીડિયા આ બીમારીથી 10 બાળકોની મોત થઇ હોવાનો દાવો કરે છે. ન્યૂયોર્ક સ્વાસ્થ વિભાગે આ મામલે નિવેદન આપી આ અંગે વધુ તપાસ કરવાની વાત કહી છે.

  ન્યૂયોર્ક ટાઇમ્સ મુજબ આ બિમારીના શરૂઆતી લક્ષણોમાં ત્વચા અને ધમનીઓ સોજા જોવા મળે છે. બાળકોની આંખોમાં બળતરા થાય છે. અને શરીર પર લાલ રંગના ડાધા પડે છે. તે પછી તેમની ત્વચાનો રંગ પણ બદલાઇ જાય છે. આ સિવાય તેમને લાંબા સમય સુધી તાવ, પેટ અને છાતીમાં ગંભીર દુખાવો, લો બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ સામે આવે છે.


  ડૉક્ટર્સનું માનવું છે કે આ બીમારી અને તેનું કારણ નથી સમજાતું માટે જ તેની સારવાર કરવી પણ મુશ્કેલ છે. જો કે હાલ દર્દીઓને સ્ટેરોયડ, ઇટ્રાવેન્સ ઇમ્યુનોગ્લોબુલિન અને એસ્પિરિન દવાઓ આપવામાં આવી રહી છે. આ સિવાય મુશ્કેલ પરિસ્થિતિમાં અન્ય એન્ટીબાયૉટ્કિસ દવા પણ અપાઇ રહી છે. મળતી જાણકારી મુજબ કેટલાક દર્દીઓને ઓક્સિઝન સપોર્ટ પર રાખવા પડે છે. અને ગંભીર દર્દીઓને વેન્ટીલેટર પર પણ રાખવા પડી રહ્યા છે.

  ચિંતાજનક વાત એ છે કે અમેરિકા સમેત અનેક યુરોપીન દેશો જેમ કે ફ્રાંસ, બ્રિટનમાં આ રહસ્યમયી બિમારી બાળકોમાં નજરે પડી રહી છે. WHOના વૈજ્ઞાનિક ડૉ.મારિયા વૈન કેરખોવે કહ્યું કે યુરોપીયન દેશોમાં આ બિમારીના લક્ષણ નાનપણમાં થતી બિમારી કાવાસાકીના લક્ષણો જેવી છે. શરૂઆથી તપાસથી જાણવા મળ્યું છે કે બાળકોમાં આ રહસ્યમયી બિમારીની અસર વધુ એટલા માટે થાય છે કે મોટા ભાગના બાળકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા પૂર્ણ રીતે ત્યાં સુધી વિકસિત નથી થઇ હોતી. આ બીમારી વિષે વધુ જાણકારી મેળવવા હાલ જેનેટિક ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published: