Home /News /national-international /દિલ્હી: પાણીના ખાડામાં ડૂબવાથી ત્રણ બાળકોના મોત, સાત કિશોરો પુલ પ્રહલાદપુર વિસ્તારમાં સ્નાન કરવા ગયા હતા
દિલ્હી: પાણીના ખાડામાં ડૂબવાથી ત્રણ બાળકોના મોત, સાત કિશોરો પુલ પ્રહલાદપુર વિસ્તારમાં સ્નાન કરવા ગયા હતા
પાણીના ખાડામાં ડૂબવાથી ત્રણ બાળકોના મોત (ફાઈલ તસવીર)
Delhi news: દિલ્હીમાં પાણીના ખાડામાં ડૂબવાથી ત્રણ બાળકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. ખાનપુર વિસ્તારના સાત બાળકો પ્રહલાદપુર વિસ્તારમાં વરસાદના કારણે પડેલા પાણીના ખાડામાં સ્નાન કરવા માટે ગયા હતા. આ દરમિયાન ત્રણ બાળકોનું ગહેરા પાણીમાં ડૂબતા મોત થયુ હતુ.
દિલ્હી: દિલ્હીમાં પાણીના ખાડામાં ડૂબવાથી ત્રણ બાળકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે ખાનપુર વિસ્તારના સાત બાળકો પ્રહલાદપુર વિસ્તારમાં વરસાદના કારણે પડેલા પાણીના ખાડામાં સ્નાન કરવા માટે ગયા હતા. આ દરમિયાન ત્રણ બાળકો ગહેરા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. તે બાળકોએ બચવાનો પ્રયાસ કર્યો હતો પણ નાકામ રહ્યા હતા.
દિલ્હીના પુલ પ્રહલાદપુર વિસ્તારમાં આવેલા વરસાદી ખાડામાં સ્નાન કરવા માટે ગયેલા ત્રણ બાળકોના મોત થઈ ગયા હતા. તેમના પરિવારજનો ઘટના પગલે ભારે શોક મનાવી રહ્યા છે. પોતાના બાળકોના મોત થવાથી માતા પિતાની રોઈ રોઈને હાલત ખરાબ થઈ છે.
પોલીસે જણાવ્યું કે દિલ્હીમાં ગુરૂવારે ખાનપુર વિસ્તારના સાત બાળકો પ્રહલાદપુર વિસ્તારમાં વરસાદને કારણે પડેલા એક ખાડામાં તેઓ સ્નાન કરવા માટે ગયા હતા. આ દરમિયાન તે બાળકોએ બચવાનો પ્રયત્ન કર્યો હતો પણ અફસોસ કે તેઓનો પ્રયત્ન નાકામ રહ્યો હતો. અને ખાડામાં ડૂબી ગયા હતા. આ બાદ બચી ગયેલા બાળકોએ પોતાના ઘરે જઈને આ ઘટનાની જાણ કરી હતી. જે બાદ પરિવારજનો ઘટના સ્થળે પહોચ્યા હતા. પોલીસને જાણકારી મળતી ઘટના સ્થળે પહોચી આ મામલે તપાસ હાથ ધરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર