રુપનગર: પંજાબના રૂપનગર જિલ્લામાં શ્રી કીરતપુર સાહિબ નજીક રવિવાર એક પેસેન્જર ટ્રેનની ચપેટમાં આવવાથી ત્રણ બાળકોના મોત થઈ ગયા છે. પોલીસે આ જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે થઈ જ્યારે પ્રવાસી મજૂરના ચાર સંતાનો સતલુજ નદી પર બનેલા પુલ પાસે રેલ્વે ટ્રેક નજીક રમી રહ્યા હતા. પોલીસે કહ્યું કે, આ ઘટનામાં ચોથું બાળક ઘાયલ થઈ ગયું છે અને તેને હોસ્પિટલમાં ભરતી કરાવ્યું છે. પોલીસે કહ્યું કે, બાળકોની ઉંમર સાતથી 11 વર્ષની વચ્ચે છે.
Kirtarpur Sahib, Punjab | Three children dead, one injured in a train accident
2 children died on spot. One died on way to hospital. 4th one is being treated. Children had come here to eat berries off trees & did not realise a train was approaching them: ASI GRP, Jagjit Singh pic.twitter.com/SWZQQ0f2bu
એક પોલીસ અધિકારી જગજીત સિંહે જણાવ્યું કે, ટ્રેનની ચપેટમાં આવવાથી ત્રણ બાળકોના મોત થઈ ગયા છે. અધિકારીએ જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ બે બાળકોના માત થઈ ગયા હતા, જ્યારે એકને હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં દમ તોડી દીધો હતો. તો વળી ચોથા બાળકની સારવાર ચાલી રહી છે. તેમણે જણાવ્યું છે કે, બાળક અહીં ઝાડ પરથી જાંબુડા ખાવા આવ્યા હતા અને તેમને ખબર ન રહી કે ટ્રેન અહીંથી પસાર થવાની છે.
કેપ્ટને આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું
આ ઘટના બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટ્વિટર પર પોતાની સંવેદના વ્યક્ત કરી અને રાજ્ય સરકાર પાસેથી મૃતક પરિવારોને યોગ્ય વળતર આપવાની ભલામણ કરી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર