દેશના ત્રણ મોટા ડૉક્ટર્સે જણાવ્યું, કોરોનાને કેવી રીતે આપવી માત, રેમડેસિવીર રામબાણ નથી

દેશના ત્રણ મોટા ડૉક્ટર્સે જણાવ્યું, કોરોનાને કેવી રીતે આપવી માત, રેમડેસિવીર રામબાણ નથી

દેશના ત્રણ મોટા ડોક્ટર્સે કોરોના સામે લડાઇ માટે લોકોને સલાહ આપી

  • Share this:
    નવી દિલ્હી : દેશના ત્રણ મોટા ડોક્ટર્સે કોરોના સામે લડાઇ માટે લોકોને સલાહ આપી છે. આ ત્રણ મોટા ડોક્ટર્સમાં એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા(AIIMS Director Dr Randeep Guleria), નારાયણા હેલ્થના ચેરમેન ડો. દેવી શેટ્ટી (Dr Devi Shetty, Chairman, Narayana Health)અને મેદાંતાના ચેરમેન નરેશ ત્રેહાનનો (Dr Naresh Trehan of Medanta)સમાવેશ થાય છે.

    કોરોનાની બીજી લહેર વચ્ચે રેમડેસિવીર દવાને લઇને ચારેય બાજુ અફરાતફરી જોવા મળી રહી છે. આ મુદ્દે એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આ કોઇ જાદુઈ દવા નથી. મેદાંતાના ચેરમેન નરેશ ત્રેહાને કહ્યું કે આ કોઇ રામબાણ નથી. આ ફક્ત જરુરિયાત મંદ બીમાર લોકોમાં વાયરલ લોડ ઓછો કરે છે.

    ડો. દેવી શેટ્ટીએ કહ્યું કે જો કોઇના શરીરમાં ઓક્સિજન લેવલ 94 ટકાથી ઉપર છે તો કોઇ સમસ્યાની વાત નથી. જો ઓક્સિજન સ્તર આનાથી નીચે છે તો તમારે ડોક્ટરની જરૂરિયાત છે. એ જરૂરી છે કે તમને યોગ્ય સમયે સારવાર મળે.

    આ પણ વાંચો - સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાને પોતાની હોસ્પિટલ કોવિડ-19ના દર્દીઓ માટે તંત્રને આપી

    જો તમારામાં કોઇ લક્ષણ નથી તો ડોક્ટર તમને ઘરમાં જ રહેવાની સલાહ આપશે. દર 6 કલાકે ઓક્સિજન લેવલ ચેક કરવાની સલાહ આપવામાં આવશે. ડો. શેટ્ટીએ એ પણ કહ્યું કે જો કોઇ વ્યક્તિના શરીરમાં દુખાવો, શરદી, ઉધરસ, અપચો, ઉલ્ટીના લક્ષણો છે તો તેમણે ટેસ્ટ કરાવવો જોઈએ. આ સૌથી જરુરી વાત છે.

    નરેશ ત્રેહાને કહ્યું કે આજે આપણી પાસે પર્યાપ્ત ઓક્સિજન છે પણ શરત એટલી છે કે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. હું લોકોને કહેવા માંગીશ કે જો તમને ઓક્સિજનની જરૂર નથી તો તેને સુરક્ષાને ધ્યાને લઇ ઉપયોગ ના કરે. બર્બાદ થવાના કારણે જરૂરિયાત લોકોને ઓક્સિજન મળી શકશે નહીં.

    રેમડેસિવીરને લઇને એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ફક્ત કેટલાક લોકોને જ તેની જરુરિયાત છે. કોરોનાથી સંક્રમિત 85 ટકા લોકો કોઇપણ વિશેષ સારવાર વગર સ્વસ્થ થઇ રહ્યા છે. મોટાભાગના લોકોમાં સામાન્ય લક્ષણો જ આવી રહ્યા છે.
    Published by:Ashish Goyal
    First published: