PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબી વાતચીત, ભારતે અમેરિકા સાથે ત્રણ કરાર કર્યાં

PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબી વાતચીત, ભારતે અમેરિકા સાથે ત્રણ કરાર કર્યાં
ડોનાલ્ડ ટ્રમ્પ, પીએમ મોદી.

મંગળવારે બંને દેશના નેતાઓએ ત્રણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં એક કરાર ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલો છે.

 • Share this:
  નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના પ્રવાસ દરમિયાન તમામ લોકો બંને દેશ વચ્ચે કરાર થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા હતા. મંગળવારે બંને દેશ વચ્ચે ત્રણ કરાર પર હસ્તાક્ષર થયા હતા. જેમાં ઉર્જા ક્ષેત્રના કરાર અને ત્રણ અબજ ડૉલરના રક્ષા સોદાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશોએ પોતાના સંબંધોને વૈશ્વિક વ્યૂહાત્મક જોડાણના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો છે.

  વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બંને દેશ વચ્ચે માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કરાર થયા છે. આ ઉપરાંત ચિકિત્સા ઉત્પાદનોની સુરક્ષા વિષય પર સહમતિ પત્ર પર હસ્તાક્ષર થયા હતા. જેમાં ભારત તરફથી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ એર્ગોનાઇઝેશન અને અમેરિકાનું ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન મુખ્ય સંસ્થા છે. ભારત અને અમેરિકા વચ્ચે એક એમઓયૂ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તેમજ એક્ઝાન મોબાઇલ એલએનજી લિમિટેડ તેમજ ચાર્ટ ઇન્ડિયાઝ આઈએનસી વચ્ચે થયો છે.  પાકિસ્તાન પર આતંકવાદ ખતમ કરવા દબાણ લાવીશું : ટ્રમ્પ

  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મપે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે ત્રણ અબજ ડૉલરથી વધારેના રક્ષા સોદા પર સહમતિ બની છે. જેમાં રોમિયો હેલિકોપ્ટર્સ સામેલ છે. જ્યારે એક કરાર એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલો છે. વડાપ્રધાન મોદી સાથે પરસ્પરના મુદ્દાઓ, વેપાર, આતંકવાદ સામે લડત, ઉર્જા સહિત વિવિધ મુદ્દે ચર્ચા પછી ટ્રમ્પે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે બંને દેશ પોતાના દેશના નાગરિકોને કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદથી સુરક્ષા આપવા માટે પ્રતિબદ્ધ છે.

  વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ડોનાલ્ડ ટ્ર્મપનું ઐતિહાસિક અને ભવ્ય સ્વાગત હંમેશા યાદ રહેશે. તેમણે કહ્યુ કે અમેરિકા અને ભારતના સંબંધો ફક્ત બે સરકારો વચ્ચેના નહીં પરંતુ લોકો કેન્દ્રીત છે. તેમણે કહ્યું કે આ સંબંધ 21મી સદીનું સૌથી મોટું જોડાણ છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે માદક પદાર્થ અને આની સાથે જોડાયેલી સમસ્યાઓ સામે લડતને પ્રાથમિકતા આપી છે.

  બંને દેશ વચ્ચે આ મુદ્દાઓ પર ચર્ચા થઈ :
  • ત્રણ અબજ ડૉલરના રક્ષા કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.
  • માદક પદાર્થોની તસ્કરી, માદક પદાર્થ સાથે જોડાયેલા આતંકવાદ અને સંગઠિત ગુના જેવી ગંભીર સમસ્યાઓ અંગે નવા તંત્ર પર સહમતિ બની.

  • કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદ સામે લડવા માટે સહયોગ કરવા અંગે સહમતિ.

  • ઇંધણ અને ગેસ માટે ભારતનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.

  • ભારતીય વ્યવસાયીઓની પ્રતિભાથી અમેરિકન કંપનીઓની ટેક્નોલોજી વધારે મજબૂત બની છે.

  • વૈશ્વિક સ્તર પર ભારત અને અમેરિકાનો સહયોગ અમારા સમાન લોકતાંત્રિક મૂલ્યો અને ઉદેશ્યો પર આધારિત છે.

  • હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે અમેરિકાનો સહયોગ વિશેષ મહત્વ રાખે છે.


  વડાપ્રધાન મોદીએ મીડિયાને કહ્યું કે, "આતંકવાદના સમર્થકોને જવાબદાર ઠેરવવા માટે આજે અમે વધારે પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે. આજે મેં અને ટ્રમ્પે આપણા સંબંધોને વૈશ્વિક વ્યૂહાત્મક જોડાણના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો છે. થોડા સમય પહેલા જ ઉર્જા ક્ષેત્ર પર કરવામાં આવેલું જોડાણ વધારે મજબૂત બની રહ્યું છે અને આ ક્ષેત્રમાં પરસ્પર રોકાણ વધી રહ્યું છે."

  ટ્રમ્પે ભારતની યાત્રાને અવિસ્મરણીય ગણાવી

  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રવાસને અવિસ્મરણીય, અસાધારણ અને સાર્થક કહ્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં છેલ્લા બે દિવસ ખૂબ જ શાનદાર રહ્યા છે. ખાસ કરીને મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો. અમે ત્રણ અબજ ડૉલરના રક્ષા કરાર પર અંતિમ મહોર મારી છે. અમે 5G સંચાર ટેક્નોલોજી, હિન્દ-પ્રશાંતમાં સ્થિતિ પર પણ ચર્ચા કરી. ટ્રમ્પે મીડિયા સામે પીએમ મોદીએ કહ્યું કે, "આ મારા માટે ખૂબ સન્માનની વાત હતી. સ્ટેડિયમમાં આશરે સવા લાખ લાખો હાજર હતા. હું માનું છું કે આ લોકો મારા કરતા તમારા માટે વધારે હતા. જ્યારે પણ હું તમારું નામ લઉં છું મને તેમનો કિલ્લોલ સંભળાય છે, લોકો તમને ખૂબ પસંદ કરે છે."

  વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું સ્વાગત કરતા ભારત આવવા માટે સમય કાઢવા બદલ તેમનો આભાર માન્યો હતો અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતાનો સૌથી મહત્વપૂર્ણ પાયો લોકોથી લોકોનો સંબંધ છે. પછી તે વ્યસાયી હોય કે વિદ્યાર્થીઓ, અમેરિકામાં ભારતીય સમુદાયનો આના પાછળ વિશેષ ફાળો રહ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:February 25, 2020, 17:31 pm

  ટૉપ ન્યૂઝ