કમલેશ તિવારી હત્યા કેસ : ત્રણ આરોપી સાથે અડધી રાત્રે લખનઉ પહોંચી ગુજરાત ATS

News18 Gujarati
Updated: October 23, 2019, 7:51 AM IST
કમલેશ તિવારી હત્યા કેસ : ત્રણ આરોપી સાથે અડધી રાત્રે લખનઉ પહોંચી ગુજરાત ATS
ત્રણેય આરોપીઓને કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

ગુજરાત એટીએસની ટીમે ફરાર બે આરોપીઓની ગુજરાત-રાજસ્થાન શામળાજી બોર્ડરથી ધરપકડ કરી હતી

  • Share this:
લખનઉ : હિન્દુ સમાજ પાર્ટી (Hindu Samaj Party)ના અધ્યક્ષ કમલેશ તિવારની હત્યા (Kamlesh Tiwari Murder)ના આરોપી મૌલાના મોહસિન શેખ, ફૈજાન અને રાશિદ અહમદ પઠાણને લઈ ગુજરાત એટીએસ (Gujarat ATS) રાત્રે બે વાગ્યે લખનઉ પહોંચી. ત્રણેય આરોપીઓને કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

પોલીસ અને એટીએસની ટીમ લખનઉમાં ત્રણ આરોપીઓની પૂછપરછ કરશે. આરોપીઓને પોલીસ ઘટનાસ્થળે પણ લઈ જઈ શકે છે. આરોપીઓએ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેની પર પોલીસ ક્રાઇમ સીન ક્રિએટ કરી શકે છે.

ગુજરાત એટીએસે કરી હતી ધરપકડનોંધનીય છે કે, ગુજરાત એટીએસની ટીમે ફરાર બે આરોપીઓની ગુજરાત-રાજસ્થાન શામળાજી બોર્ડરથી ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા બંને આરોપી કમલેશ તિવારી પર ગોળી ચલાવવા અને ચાકૂ મારનારા હોવાનું કહેવાય છે. ડીઆઈજી (એટીએસ) હિમાંશુ શુક્લાનું કહેવું છે કે આ બંનેએ જ કમલેશ તિવારી પર હુમલો કર્યો હતો. આરોપીઓના નામ અશફાક અને મોઇનુદ્દીન છે. તેમની ધરપકડ ગુજરાત-રાજસ્થાન બોર્ડરથી થઈ હતી. એટીએસનું કહેવું છે કે આ બંને પાકિસ્તાન ભાગવાના પ્રયાસમાં હતા, પરંતુ તે પહેલાં જ ગુજરાત એટીએસના હાથમાં આવી ગયા હતા.

ઉત્તર પ્રદેશ એટીએસે જાહેર કરી હતી બંને આરોપીઓની તસવીર

કમલેશ તિવારી હત્યાકાંડમાં સામેલ બંને મુખ્ય આરોપી શેખ અશફાક હુસૈન અને પઠાણ મોઇનુદ્દીન અહમદ ઉર્ફે ફરીદની તસવીર યૂપી પોલીસે સોમવાર સાંજે જાહેર કરી હતી. યૂપી પોલીસના ડીજીપી ઓપી સિંહ (DGP OP Singh)એ કહ્યુ હતું કે હત્યાકાંડના બંને આરોપીઓ અશફાક અને મોઇનુદ્દીન પઠાણને પકડનારાઓને અઢી-અઢી લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

આ પણ વાંચો,

કમલેશ તિવારી હત્યાકાંડ: ફરાર આરોપી અશફાક અને મોઇનુદ્દીનની શામળાજી પાસેથી ધરપકડ
પીએમ સાથે મુલાકાત પછી અભિજીત બેનરજીએ કહ્યું - મોદીએ દેશને લઈને પોતાના વિચાર રાખ્યા
First published: October 23, 2019, 7:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading