Home /News /national-international /

મુકેશ અંબાણીને ધમકી આપનાર ઝડપાયો, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બોરીવલીમાંથી કરી ધરપકડ

મુકેશ અંબાણીને ધમકી આપનાર ઝડપાયો, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બોરીવલીમાંથી કરી ધરપકડ

મુકેશ અંબાણી

Mukesh Ambani : મુંબઈ પોલીસના ટોચના અધિકારીએ કહ્યું કે ધમકીભર્યા કોલ અંગે જાણ થયા બાદ પોલીસે એન્ટિલિયાની બહાર પોલીસ સુરક્ષા વધારી દીધી છે. આ ઉપરાંત પ્રાઈવેટ સિક્યુરિટી વ્યવસ્થા પણ વધુ ચુસ્ત બનાવી દેવામાં આવી

    મુંબઈ : ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ( Mukesh Ambani) ફરી એકવાર ધમકીભર્યા કોલ મળ્યા છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારને (Ambani family) ધમકી આપવાને લઇને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બોરીવલી MHB colony કોલોનીથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પોતાને દહિસરનો રહેવાસી બતાવી રહ્યો છે. શરૂઆતની તપાસમાં માહિતી સામે આવી છે કે કોલ કરનાર વ્યક્તિ માનસિક રોગી છે.

    સીએનએન ન્યૂઝ 18ને મળેલી માહિતી મુજબ આવા ધમકીભર્યા 8 જેટલા કોલ આવ્યા હતા. જેથી હોસ્પિટલ ઓથોરિટીઝે મુંબઈના ડી.બી. માર્ગ પોલિસ સ્ટેશનમાં (Mumbai Police) આ અંગે ફરિયાદ નોંધાવી હતી. મુકેશ અંબાણીને ધમકીભર્યો ફોન આવ્યા બાદ મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસે રિલાયન્સ હોસ્પિટલમાં જઈને પૂછપરછ કરી છે.

    મુંબઈ પોલીસના ટોચના અધિકારીએ કહ્યું કે ધમકીભર્યા કોલ અંગે જાણ થયા બાદ પોલીસે એન્ટિલિયાની બહાર પોલીસ સુરક્ષા વધારી દીધી છે. આ ઉપરાંત પ્રાઈવેટ સિક્યુરિટી વ્યવસ્થા પણ વધુ ચુસ્ત બનાવી દેવામાં આવી છે.

    આ પણ વાંચો - મુકેશ અંબાણી પરિવારને મળી ધમકી, તપાસમાં લાગી પોલીસ

    મહત્વનું છે કે આ પહેલા પણ મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટકો મળ્યા હતા. જેમાં ગત વર્ષે 25 ફેબ્રુઆરીના દિવસે એન્ટિલિયા બહાર એક સ્કોર્પિયો કાર મળી આવી હતી જેમાં 20 જેટલી જિલેટિન સ્ટિક સાથે વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ વિસ્ફોટકો સાથે કારમાંથી એક પત્ર પણ મળ્યો હતો અને તેમાં અંબાણી પરિવારને ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. સ્કોર્પિયો કારમાં વિસ્ફોટકો ભરેલી બેગ પર મુંબઈ ઈન્ડિયન્સ લખ્યું હતું. અને પત્રમાં ધમકી આપવામાં આવી હતી કે આ તો ફક્ત ટ્રેલર છે. તેઓ સમગ્ર પરિવારને ઉડાવી દેવા માટે પાછા ફરશે. જે બાદ મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષા વધારવામાં આવી હતી.

    જો કે આ કિસ્સામાં વિસ્ફોટકો પ્લાન્ટ કરનાર કોઈ અરાજક તત્વો નહીં પણ ખુદ મુંબઈ પોલીસના જ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝે નામના એક ઉચ્ચ અધિકારી હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને આ ઘટનામાં બીજા પણ અનેક પાસાઓ સામે આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખે પોતાની ખુરશી ખોવાનો વારો આવ્યો હતો. આ કેસના તમામ પાસાઓની તપાસ હજુ પણ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA કરી રહી છે. ત્યારે ફરી એકવાર ધમકીભર્યા ફોનથી તપાસ એજન્સીઓ સતર્ક બની ગઈ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ambani Family, મુકેશ અંબાણી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन