આતંકી હુમલાની ધમકી વચ્ચે અમરનાથ યાત્રાની પહેલી બેચ રવાના

News18 Gujarati
Updated: June 30, 2019, 9:50 AM IST
આતંકી હુમલાની ધમકી વચ્ચે અમરનાથ યાત્રાની પહેલી બેચ રવાના
આતંકી હુમલાની ધમકી વચ્ચે અમરનાથ યાત્રા આજથી શરૂ

રાષ્ટ્ર વિરોધી તત્વોના કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આતંકવાદી હુમલાની ધમકી વચ્ચે અમરનાથ શ્રદ્ધાળુઓની પહેલી બેતચ આજે કડક સુરક્ષા વચ્ચે રવાના થઈ છે. અમરનાથ જનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધી સમગ્ર દેશમાંથી લગભગ દોઢ લાખ શ્રદ્ધાળુઓએ 46 દિવસ ચાલનારી યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ યાત્રા અનંતનાગ જિલ્લાના 36 કિમી લાંબા પારંપરિક પહલગામ માર્ગ અને ગાંદેરબલ જિલ્લાના 14 કિમી લાંબા બાલટાલ માર્ગથી થઈને જાય છે. સાધુઓ સહિત હજારો શ્રદ્ધાળુ જમ્મુ પહોંચવાનું શરૂ થઈ ગયું અને તીર્થયાત્રાને લઈને ઘણા ઉત્સાહિત છે.

જમ્મુના ડિવિઝનલ કમિશ્નર સંજીવ શર્માએ જણાવ્યું કે, તીર્થયાત્રીઓની સુવિધા અને યાત્રા દરમિયાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રા 15 ઓગસ્ટે ખતમ થશે.
Loading...


જમ્મુના પોલીસ મહાનિરીક્ષક એમ. કે. સિન્હાએ કહ્યું કે ખતરાની આશંકાને ધ્યાને લઈ યાત્રા માર્ગ પર લખનપુર (જમ્મુ-કાશ્મીર માટે પ્રવેશ દ્વાર)થી લઈને આધાર શિબિરો, આશ્રય કેન્દ્રો અને સામુદાયિક રસોડાઓની જગ્યાઓ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, યાત્રાને અવરોધિત કરવાની આતંકવાદીઓની કોઈ યોજનાને લઈ ઇન્ટેલિજન્સની જાણકારી નથી પરંતુ રાજ્યની હાલની સુરક્ષા સ્થિતિને જોતાં રાષ્ટ્ર વિરોધી તત્વોના કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
First published: June 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com