Home /News /national-international /

દેશના બે મોટા શહેરમાં ચીનના સૌથી વધારે નાગરિક, હવે સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ

દેશના બે મોટા શહેરમાં ચીનના સૌથી વધારે નાગરિક, હવે સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ

પ્રતિકાત્મક તસવીર

પાંચ હજારથી વધારે ચીનના નાગરિકો ગુડગાંવ (Gurgaon)ની અલગ અલગ કંપનીમાં કામ કરે છે, આનાથી થોડા ઓછા લોકો કોલકાતા (Kolkata)માં વેપાર કરે છે.

    નવી દિલ્હી : ભારત-ચીન (India-Chaina) બૉર્ડર પર ગલવાન ખીણમાં હિંસા બાદ ભારતીય સેના (Indian Army)ના 20 જવાન શહીદ થઈ ગયા છે. આ વાતને લઇને દેશમાં ગુસ્સો છે. આ ગુસ્સાને પગલે દેશમાં રહેતા ચીનના કોઈ નાગરિક (Chinese citizens) કોઈ ઘટનાનો શિકાર ન બને તેની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સૌથી વધારે પાંચ હજારથી વધારે લોકો ગુંડગાવની કંપનીઓમાં કામ કરે છે. આટલા જ લોકો કોલકાતામાં પોતાનો વેપાર કરે છે. લૉકડાઉનને કારણે ફ્લાઇટ બંધ હોવાથી ચીનના તબલીગી જમાતી (Tablighi Jamaat)ઓ પણ દેશમાં જ રોકાયેલા છે.

    ગુડગાંવ પોલીસના પીઆરઓએ શું કહ્યું?

    ગુડગાંવ પોલીસના પીઆરઓ સુભાષ બોકેનને જ્યારે ગુડગાંવની કંપનીઓમાં કામ કરી રહેલા ચીનના નાગરિકો અંગે ન્યૂઝ18 હિન્દી તરફથી સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, અમારી પોલીસ 24 કલાક લોકોની સુરક્ષા કરે છે. પરંતુ ખાસ કરીને ચીનના નાગિરકોની સુરક્ષાને લઈને આવો કોઈ આદેશ નથી આપવામાં આવ્યો. જોકે, અમે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. સુરક્ષા અંગે અમારા જવાનો એલર્ટ પર છે.

    આ પણ વાંચો : સુરત : મોબાઇલમાં પૂર્વ પ્રેમી સાથે અંગતપળના ફોટો જોઈને પતિએ પત્નીને કાઢી મૂકી

    કોલકાતામાં વેપાર કરે છે ચીનના નાગરિક

    પ્રાપ્ત વિગત પ્રમાણે કોલકાતામાં રહેતા ચીનના નાગરિકો પોતાનો બિઝનેસ કરે છે. મોટાભાગના ચીનના નાગરિકો જૂતાનો વેપાર કરે છે, જ્યારે અમુક લોકો અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે. ચીનના નાગરિકોની દુકાનો ખિદરપુર, ધર્મતલ્લા, બડા બજાર અને બિલ્સુલ હાટમાં છે.

    જમાતના નાગિરકો પણ અહીં રોકાયેલા છે

    નવી દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકઝમાં ચીનના નાગિરકો પણ આવ્યા હતા. તાજેતરમાં દિલ્હી પોલીસે અન્ય જમાતીઓ સાથે સાત ચીનના જમાતીઓ સામે પણ દિલ્હી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. આ ઉપરાંત બીજા ચીની જમાતીઓ કે જેમના પર ચાર્જશીટ ફાઇલ નથી થઈ પરંતુ લૉકડાઉનને પગલે ફ્લાઇટ બંધ હોવાથી અહીં ફસાયેલા છે.

    આ પણ વાંચો : અમદાવાદમાં દીકરીના લગ્નનો ખર્ચ ચૂકવવા માટે મંગાવેલા રૂપિયા ગઠિયો લઈ ગયો
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: India China Face off, India-china, Indo china conflict, Indo China controversy, Indo-china war, LAC, Ladakh, ચીન, ભારત

    આગામી સમાચાર