જેમને રામ જન્મભૂમિ સંઘર્ષમાં એક ખરોચ પણ નથી આવી, તે સૌથી આગળ વધીને નિર્ણય લઈ રહ્યા છે : સંજય રાઉત

જેમને રામ જન્મભૂમિ સંઘર્ષમાં એક ખરોચ પણ નથી આવી, તે સૌથી આગળ વધીને નિર્ણય લઈ રહ્યા છે : સંજય રાઉત
જેમને રામ જન્મભૂમિ સંઘર્ષમાં એક ખરોચ પણ નથી આવી, તે સૌથી આગળ વધીને નિર્ણય લઈ રહ્યા છે : સંજય રાઉત

સંજય રાઉતે ન્યૂઝ 18ને જણાવ્યું - ભગવાન રામના નામ પર રાજનીતિ થઈ રહી છે. શું કરી શકાય?

 • Share this:
  વિનયા દેશપાંડે, મુંબઈ : અયોધ્યામાં (Ayodhya)રામ મંદિર ભૂમિ પૂજન (Ram Temple Bhumi Pujan)માં આમંત્રિત ન કરવા પર નારાજગી જાહેર કરતા શિવસેનાના સાંસદ અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે (Sanjay Raut)બુધવારે કહ્યું કે આ ઘણી દુખ આપનાર વાત છે કે જેમને રામ જન્મભૂમિ સંઘર્ષમાં એક ખરોચ પણ નથી આવી તે આ મુદ્દા પર સૌથી આગળ આવીને નિર્ણય લઈ રહ્યા છે.

  સંજય રાઉતે ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે ભગવાન રામના નામ પર રાજનીતિ થઈ રહી છે. શું કરી શકાય? જો તેના પર રાજનીતિ ના થઈ હોત, પ્રભુ રામના નામ પર વોટ ના માંગ્યા હોત પણ તે માંગે છે. શિવસેનાએ (Shiv Sena)કહ્યું કે આ એક ઐતિહાસિક દિવસ છે અને એક સ્વર્ણિમ ક્ષણ છે કારણ કે હિન્દુઓનું સપનું અને આકાંક્ષા પુરી થઈ રહી છે.  આ પણ વાંચો - ભગવાન રામ માટે ચાંદીનો કુંભ કળશ લઈને આવ્યા પીએમ મોદી, જાણો સીએમ યોગીએ શું આપી ભેટ

  એવો સવાલ કરાયો હતો કે પાર્ટી પ્રમુખને આમંત્રણ કેમ ન આપવામાં આવ્યું. તેના પર રાઉતે કહ્યું કે જેમણે સંઘર્ષમાં પ્રમુખ ભૂમિકા ભજવી છે કોઈનો પણ અતિથિઓના લિસ્ટમાં સમાવેશ કરાયો નથી. કલ્યાણ સિંહ, લાલકૃષ્ણ અડવાણી, નરસિમ્હા રાવ, અટલ બિહારી વાજપેયી જી બધાએ સંઘર્ષમાં ઘણું યોગદાન આપ્યું હતું. આયોજનકર્તાએ કહ્યું કે અથિતિઓની યાદીને કોરોના વાયરસના ખતરાના કારણે ઘણો નાનો રાખવામાં આવ્યો છે.

  સામનામાં સંપાદકીયમાં રામ મંદિરના મુદ્દાનો શ્રેય બાલાસાહેબ ઠાકરને આપ્યો. સંપાદકીયમાં કહેવાયું કે બાબરી મસ્જિદને તોડનાર શિવસૈનિકોની વાત સ્વીકારી બાલાસાહેબ ઠાકરે હિન્દુહ્યદય સમ્રાટ બની ગયા હતા.
  Published by:Ashish Goyal
  First published:August 05, 2020, 20:54 pm

  ટૉપ ન્યૂઝ