Home /News /national-international /CM યોગી બોલ્યા- ‘ઝીણાનું સમર્થન કરનારા તાલિબાનના સમર્થક, વિપક્ષ પાસે નથી બીજો કોઈ મુદ્દો’

CM યોગી બોલ્યા- ‘ઝીણાનું સમર્થન કરનારા તાલિબાનના સમર્થક, વિપક્ષ પાસે નથી બીજો કોઈ મુદ્દો’

UP CM યોગી આદિત્યનાથે મુખ્ય વિપક્ષી દળ સમાજવાદી પાર્ટીના વડા પર પ્રહાર કર્યા હતા.

UP Assembly Elections 2022: યોગીએ કહ્યું કે ‘જ્યારે વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ વ્યક્તિ સમાજનું શોષણ કરે છે, ત્યારે તે ભલે ગમે તેટલો લાભ લઈ લે, પરંતુ સમાજ પ્રગતિના શિખરે પહોંચી શકતો નથી. જે લોકો ઝીણાને સમર્થન આપી રહ્યા છે તેઓ એક રીતે તાલિબાનને સમર્થન આપી રહ્યા છે.’

વધુ જુઓ ...
લખનૌ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (UP CM Yogi Adityanath) મુખ્ય વિપક્ષી દળ સમાજવાદી પાર્ટી (Samajwadi party)ના પ્રમુખ પર પ્રહાર કરતા રવિવારે કહ્યું કે, ‘જે લોકો ઝીણાને સમર્થન આપી રહ્યા છે તેઓ એક રીતે તાલિબાનને સમર્થન આપી રહ્યા છે.’ જોકે, આ દરમિયાન મુખ્યમંત્રીએ કોઈનું નામ લીધું ન હતું. મુખ્યમંત્રી યોગીએ ભાજપ પછાત મોરચા દ્વારા આયોજિત 'સામાજિક પ્રતિનિધિ સંમેલન'ની શ્રેણીમાં મૌર્ય, કુશવાહા, શાક્ય, સૈની સમાજના પ્રતિનિધિઓને સંબોધિત કરતા કહ્યું કે ‘તાલિબાનને સમર્થન આપવાનો અર્થ માનવતા વિરોધી શક્તિઓને સમર્થન કરવાનો છે.’

તેમણે કહ્યું કે, ‘બુદ્ધના શાંતિ અને મિત્રતાના સંદેશને રોકવાના કાવતરાનો ભાગ છે તાલિબાનને સમર્થન કરવું, તાલિબાનને સમર્થન આપવાનો અર્થ અડધી વસ્તી અને બાળકોનું અપમાન છે અને કેટલાક લોકો તે દિશામાં આગળ વધી રહ્યા છે, આપણે તેમનાથી સાવધ રહેવું પડશે.’

ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલની જન્મજયંતિ પર હરદોઈની એક સભામાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સ્વતંત્રતા સંગ્રામમાં સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુના યોગદાનની પ્રશંસા કરીને તે જ કડીમાં ઝીણા (પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ મોહમ્મદ અલી ઝીણા)નું નામ પણ લીધું હતું.

આ પણ વાંચો: UP Election 2021: સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી પર કટાક્ષ કર્યો, કહ્યું- ‘ઘરે છોકરો છે પણ લડી નથી શકતો’

યોગીએ કહ્યું કે ‘જ્યારે વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ વ્યક્તિ સમાજનું શોષણ કરે છે, ત્યારે તે ભલે ગમે તેટલો લાભ લઈ લે, પરંતુ સમાજ પ્રગતિના શિખરે પહોંચી શકતો નથી. એવી કેટલીક બાબતો છે જે ઇતિહાસ આપણને શીખવા માટે પ્રેરિત કરે છે. જ્યારે અફઘાનિસ્તાનના બામિયાનમાં તાલિબાન દ્વારા મહાત્મા બુદ્ધની પ્રતિમાને તોડવામાં આવી ત્યારે તાલિબાનની એ ક્રૂરતાને દુનિયાએ જોઈ હતી.’ તેમણે કહ્યું કે, ‘શાંતિ, કરુણાના મહામાનવની પ્રતિમાને તાલિબાનીઓએ કેવી રીતે તોડી હતી, તે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. બુદ્ધની મૂર્તિ તોડવાનો અર્થ છે શાંતિ અને કરુણાને તોડવી.’

આ પણ વાંચો: સોનુ સૂદની બહેન માલવિકા રાજકારણમાં ઝંપલાવશે, લડશે પંજાબ વિધાનસભા ચૂંટણી

યોગીએ કહ્યું, 'જ્યારે આ ઘટના 1999માં બની તો અમે વિચાર્યું કે જેમણે મહાત્મા બુદ્ધની પ્રતિમા તોડી છે, તેમની એક દિવસ મોટી કમનસીબી થશે અને તેના થોડા દિવસો પછી જ્યારે અમેરિકા બોમ્બમારો કરી રહ્યું હતું, ત્યારે મેં કહ્યું હતું કે આ બુદ્ધની પ્રતિમા સાથે અન્યાયનું પ્રતિફળ છે.’ યોગીએ કોઈનું નામ લીધા વિના કહ્યું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી, તેઓ સરદાર પટેલનું અપમાન કરવાનું જાણે છે, રાષ્ટ્રનાયક સરદાર પટેલ એક તરફ છે અને આ દેશને તોડનાર ઝીણા બીજી બાજુ છે. તેઓ ઝીણાને સમર્થન આપે છે અને અમે સરદાર પટેલને સમર્થન આપીએ છીએ.
First published:

Tags: CM Yogi Adityanath, Muhammad Ali Jinnah, Sardar Patel, Taliban terrorism, UP Elections

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો