Home /News /national-international /જાપાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે આ વર્ષનું સૌથી ખતરનાક ચક્રવાત, ઝડપ જાણી ચકરાશો

જાપાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે આ વર્ષનું સૌથી ખતરનાક ચક્રવાત, ઝડપ જાણી ચકરાશો

જાપાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે આ વર્ષનું સૌથી ખતરનાક ચક્રવાત

Cyclone Typhoon: વર્ષ 2022ના આ ખતરનાક તોફાનને ટાઇફૂન હિનાનોર નામ આપવામાં આવ્યું છે.

  નવી દિલ્હી: આ વર્ષનું સૌથી શક્તિશાળી તૌફાન પૂર્વ ચીન સાગર પાર ઝડપથી ઉમટી રહ્યું છે. આ તોફાન જાપાનના દક્ષિણી ટાપુઓ માટે ખતરો બની રહ્યો છે. સાથે જ ચીનના પૂર્વ તટ પર બેકાબુ હવાનો જોખમ વધી રહ્યો છે. વર્ષ 2022ના આ ખતરનાક તોફાનને ટાઇફૂન હિનાનોર નામ આપવામાં આવ્યું છે. પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ચીનના પૂર્વ તટ, જાપાનના દક્ષિણી તટ અને ફિલિપિન્સના લોકો અને તેમની આજીવિકા માટે ગંભીર ખતરો બની શકે છે. હાલ તે 241 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. જ્યારે તેના પવનની ગતિ 184 માઇલ પ્રતિ કલાકથી વધુ છે.

  જેએમએના એક અધિકારી અનુસાર, હાલની સ્થિતિમાં નોંધવામાં આવેલી તેના પવનની ગતિના આધારે હિનાનોર 2022નું સૌથી શક્તિશાળી તોફાન હશે. અમેરિકાના સંયુક્ત ટાઇફૂન ચેતાવણી કેન્દ્રે જણાવ્યું છે કે, આ ટાઇફૂનથી દરિયામાં ઉઠનારા મોજાની મહત્તમ ઊંચાઇ 50 ફૂટ સુધી માપવામાં આવી છે. તોફાનને લીધે ઓકિનાવાની ફ્લાઇટ્સને અસર પહોંચી છે. જાપાન એરલાઇન્સ કંપનીએ બુધવારે આ વિસ્તારથી આવતી જતી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. જ્યારે એએનએ હોલ્ડિંગ્સ ઇંકે કહ્યું કે, ગુરુવાર સુધી આઠ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. બન્ને કંપનીઓએ ચેતવણી આપી છે કે આંધીને લીધે આખા સપ્તાહ દરમિયાન ઉડાનો પ્રભાવિત થઇ શકે છે.

  આ પણ વાંચો: હોસ્પિટલમાં જગ્યા ન મળતા ગર્ભવતી ભારતીય મહિલાનું મોત, પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રીનું રાજીનામું

  આગાહીઓ બતાવે છે કે, તોફાન 2 સપ્ટેમ્બર સુધી ઓકિનાવાની દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે, પછી સપ્તાહના અંતે ઉત્તર તરફ અને સપ્તાહના અંતમાં ટાપુ તરફ આગળ વધી શકે છે. તે પછીનો માર્ગ અનિશ્ચિત છે, પરંતુ અનુમાનોથી સંકેત મળે છે કે, વાવાઝોડું આવતા અઠવાડિયે કોરિયન દ્વીપકલ્પ અને ઉત્તર તરફ ચાલુ રહેશે. એટલે કે તાઇવાન અને ચીનના દરિયાકાંઠેથી પસાર થશે. યુએસ જેટીડબ્લ્યૂસીએ આગાહી કરી છે કે સુપર ટાયફૂન આગામી દિવસોમાં તેની થોડી તાકાત ગુમાવશે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Cyclonic storm, International, Latest News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन