Home /News /national-international /

જકાતથી 26 મુસ્લિમ યુવાન બન્યા આઈએએસ અને આપીએસ

જકાતથી 26 મુસ્લિમ યુવાન બન્યા આઈએએસ અને આપીએસ

    જ્યાં ચાહ હોય ત્યાં રાહ તો આપો આપ બની જાય છે. આવું જ કઈંક સાબિત કર્યું છે જકાત ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયાએ. શુક્રવારે આવેલ યૂપીએસસીના ફાઈનલ પરિણામમાં 26 એવા મુસ્લિમ યુવાન શામેલ થયા છે, જેમણે જકાત ફાઉન્ડેશનની મદદથી કોચિંગ કરી યૂપીએસસીની તૈયારી કરી હતી.

    આ વર્ષે જકાતની મદદથી આઈએએસ અને આપીએસ બનનાર યુવાનોમાં સૌથી વધારે યૂપી અને કેરળથી 9-9 યુવાનો છે. જ્યારે જમ્મૂ-કાશ્મીરથી 3 અને મહારાષ્ટ્રથી 2-2 યુવાનો છે.

    જકાતની મદદ લેવા માટે પહેલા સિવિલ સર્વિસ પ્રી પરિક્ષા સ્તરની પરિક્ષા પાસ કરવી પડે છે. ત્યારબાદ ઈન્ટરવ્યૂ પણ પાસ કરવું પડે છે. આ પરિક્ષાનું આયોજન જકાત ફાઉન્ડેશન જ કરે છે.



    જકાત ફાઉન્ડેશન આ રીતે કરાવે છે પરિક્ષાની તૈયારી
    ડો. જફરનું કહેવું છે કે, દિલ્હીમાં અમારી પાસે ચાર હોસ્ટેલ છે. સૌપ્રથમ અમે પસંદ કરવામાં આવેલ છોકરા-છોકરીઓને દિલ્હીની અલગ-અલગ કોચિંગમાં એડમિશન અપાવીએ છીએ. આનો ખર્ચ જકાત ફાઉન્ડેશન ઉઠાવે છે. કોચિંગમાં અભ્યાસ કર્યા બાદ શરૂ થાય છે જકાત ફાઉન્ડેશનનો અભ્યાસ.

    - હોસ્ટેલમાં લાયબ્રેરી અને રીડિંગ રૂમ બનાવવામાં આવ્યા છે.
    - ગ્રુપ ડિશ્કશન માટે એક હોલ બનાવવામાં આવ્યો છે.
    - રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પેનલ સાથે ચર્ચા કરવામાં આવે છે.
    - જીએસટી પર ચર્ચા કરાવવા રેવન્યુ સર્વિસના રિટાયર્ડ અને સર્વિંગ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા.
    - દેશના અલગ અલગ વિસ્તારમાં જમા કરી સમય-સમય પર સ્ટડી મટેરિયલ આપવામાં આવે છે.
    - વ્હોટ્સઅપ ગ્રુપ પર દેશ અને વિદેશમાં થતી રોજ-બરોજ થતી ઘટનાઓની જાણકારી આપવામાં આવે છે.
    - પ્રી અને મુખ્ય પરિક્ષા પાસ કર્યા બાદ ઈન્ટરવ્યૂની તૈયારી કરાવવામાં આવે છે.
    - પેનલમાં સિવિલ સર્વિસના રિટાયર્ડ અને સર્વિંગ અધિકારી શામેલ હોય છે.
    - સિવિલ સર્વિસની જેમ જ ફૂલ ડ્રેસમાં ઈન્ટરવ્યૂનું રિહર્સલ કરાવવામાં આવે છે.
    - અધિકારીઓની પેનલ એક દિવસમાં પાંચ ઉમેદવારનું ઈન્ટરવ્યૂ લે છે.
    - આ જ પેનલના લોકો બાદમાં ઉમેદવારોને તેમની ખામીઓ જણાવી સુધાર માટે ટિપ્સ આપે છે.

    જકાત ફાઉન્ડેશન આ રીતે મેળવે છે આર્થિક મદદ
    જકાત ફાઉન્ડેશન એક એન્જીઓ છે. આ પૂરી રીતે અન્ય લોકોની મદદથી ચાલે છે. મદદના રૂપમાં જકાત ફાઉન્ડેશનને નામના અનુસાર જકાત, સદકા, ઈમદાદ અને ચેરીટી રૂપે પૈસા મળે છે. આનો ઉપયોગ જકાત ફાઉન્ડેશન સર સૈય્યદ કોચિંગ એન્ડ ગાઈડન્સ સેંટર ફોર સિવિલ સર્વિસ ચલાવવા માટે કરે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: 26 muslim youth, Civil service, Help, Including, Selected, This year, Two girls, Zakat

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन