Home /News /national-international /Indian Railway: આ મહિલા રેલ્વે કર્મચારી 'અમુક' મુસાફરો માટે બની આફત, જાણો એવુ તો શુ કર્યું?
Indian Railway: આ મહિલા રેલ્વે કર્મચારી 'અમુક' મુસાફરો માટે બની આફત, જાણો એવુ તો શુ કર્યું?
રેલવે કર્મચારી રોઝેલીન અરોકિયા મેરીએ 1 કરોડથી વધુની પેનલ્ટી વસૂલ કરી છે. (ક્રેડિટ/Twitter/@RailMinIndia)
Indian Railway News: : જો તમે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો થઈ જાઓ સાવધાન. રોઝલિન અરોકિયા મેરી દક્ષિણ રેલવેમાં ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરે છે. જેણે અત્યાર સુધીમાં 1 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે.
નવી દિલ્હી : જો તમે પણ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારે આ સમાચાર જરૂર વાંચવા જોઈએ. રેલવેમાં કામ કરતી એક મહિલા કર્મચારી ટિકિટ વિનાના પ્રવાસીઓ માટે કાળ બની છે. જોકે, આ મહિલા કર્મચારીના કામના સર્વત્ર ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેણે અત્યાર સુધીમાં ટિકિટ વગર અને ખોટી રીતે મુસાફરી કરનારા રેલવે મુસાફરો પાસેથી 1 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો છે. રોઝલિન અરોકિયા મેરી સધર્ન રેલવેમાં ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરે છે.
ભારતીય રેલ્વેએ તેના એક ટ્વિટમાં જણાવ્યું છે કે, રોઝેલીન અરોકિયા મેરી પ્રથમ ટિકિટ ચેકિંગ સ્ટાફ છે, જેણે 1.03 કરોડનો દંડ વસૂલ કર્યો છે. રેલ્વે મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર પેજ પર રોસલીનની કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં મેરી રેલવે મુસાફરોની ટિકિટ ચેક કરતી જોવા મળી રહી છે.
રેલ્વે મંત્રાલયે ટ્વીટ કર્યું
રેલવે મંત્રાલયે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, 'રોસલીન અરોકિયા મેરી પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરી રહી છે. મેરી સધર્ન રેલવેમાં ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરે છે. તેણે ટિકિટ વગરના મુસાફરો અને ખોટા માર્ગે મુસાફરી કરતા મુસાફરો પાસેથી 1.03 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
રેલવેના આ ટ્વિટ પર સોશિયલ મીડિયા યુઝર્સની ઘણી પ્રતિક્રિયાઓ આવી હતી. ઘણા લોકોએ મરિયમની કામની પ્રશંસા કરી રહ્યાં છે. આટલું જ નહીં યુઝર્સે તેને અભિનંદન પણ પાઠવ્યા હતા. એક યુઝરે પોતાની કોમેન્ટમાં લખ્યું, 'આજે આપણને એવી સમર્પિત મહિલા કર્મચારીઓની જરૂર છે, જે ભારતને સુપરપાવર બનાવી શકે.' અન્ય યુઝરે લખ્યું, 'મને ગર્વ છે કે હું તમારો મિત્ર છું અને હું તમને પહેલાથી જ ઓળખું છું. તમે તમારી ફરજ દરમિયાન સમર્પણ, તમે ખૂબજ પ્રામાણિકતા દર્શાવી છે. મને તમારી સિદ્ધિ પર ગર્વ છે.’ ફરિયાદ કરતી વખતે એક યુઝરે લખ્યું, ‘મુંબઈમાં મેરીની ખૂબ જરૂર છે. અહીં ઘણા લોકો મહિલાઓના કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર