TikTok સેલિબ્રિટી મોહિતની આ કારણે થઈ હત્યા, પોલીસે ઉકેલ્યો કોયડો

પોલીસે 17 વર્ષના એક છોકરાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ હત્યાનું કારણ પણ સામે આવ્યું

પોલીસે 17 વર્ષના એક છોકરાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ હત્યાનું કારણ પણ સામે આવ્યું

  • Share this:
    નવી દિલ્હી : દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે TikTok સેલિબ્રિટી મોહિત મોરની હત્યાનો કોયડો ઉકેલી દીધો છે. શનિવારે પોલીસે 17 વર્ષના એક છોકરાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ હત્યાનું કારણ પણ સામે આવ્યું છે. 21 મેના રોજ નફજગઢ વિસ્તારમાં મોહિત મોરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

    પ્રોપર્ટીને લઈને ઝઘડો

    પોલીસના જણાવ્યા મુજબ પ્રોપર્ટી વિવાદના કારણે મોહિત મોરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે એક ગેંગના સભ્ય મંગૂએ મોહિતના એક પ્લોટમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું, પરંતુ તે મરી ગયો. ત્યારબાદ જ્યારે મંગૂના મિત્ર અને ગેંગનો હેડ સંદીપ પહેલવાને તેની પાસેથી પોતાના મિત્રના 30 લાખ રુપિયા પરત આપવા માટે કહ્યું તો મોહિતે ના પાડી દીધી. ત્યારબાદ તેમની હત્યા કરી દેવામાં આવી.

    આવી રીતે થયું હતું મર્ડરનું પ્લાનિંગ

    પોલીસે જે 17 વર્ષના છોકરાની ધરપકડ કરી છે તે એ જ ગેંગનો સભ્ય હતો. તેને એક વખત મોહિત પાસે પૈસા લેવા માટે પણ મોકલ્યો હતો, પરંતુ તેણે તેની સાથે મારપીટ કરીને ભગાવી દીધો. ત્યારબાદ સંદીપ પહેલવાને મોહિતને મારવા માટે પ્લાનિંગ કર્યું. સંદીપે પોતના ગેંગના બે બીજા સાથીઓન અને તે છોકરાને બંદુક આપીને મોહિતને મારવા માટે મોકલ્યા. આ ત્રણેયે દુકાનમાં ઘૂસીને મોહિત મોરીને ગોળી મારીને હત્યા કરી દીધી.

    આ પણ વાંચો, ટિક-ટોક પર પાંચ લાખ ફોલોઅર્સ ધરાવતા મોહિત પર અંધાધૂંધ ફાયરિંગ, મોત

    પોલીસ સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, આ સગીર જ્યારે પોતાના બે સાથીઓની સાથે મળી મોહિત મોરની હત્યા કરવા ગયા હતા, ત્યારે તેને બહાર ધ્યાન રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ દરમિયાન તેને હાથમાં એક દેશી કટ્ટો પણ આપવામાં આવ્યો હતો, જેથી કોઈ જો વચ્ચે આવે તો તેને ગોળી મારીને ભગાડી શકાય.

    કેવી રીતે કરવામાં આવી હત્યા?

    21 મેના રોજ નફજગઢ વિસ્તારમાં 27 વર્ષીય મોહિત મોરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મોહિતને મંગળવાર સાંજે 5 વાગ્યાની આસપાસ ગોળી મારવામાં આવી હતી. મૃતક નફજગઢની માર્કેટમાં એક ફોટોસ્ટેટની દુકાન પર ગયો હતો, જ્યાં બાઇક પર સવાર થઈને આવેલા ત્રણેય હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દીધું. 7 ગોળી વાગવાના કારણે મોહિતે ઘટનાસ્થળે જ શ્વાસ તોડી દીધો હતો.
    Published by:Mrunal Bhojak
    First published: