નોર્થ કેરોલાઇના : કોરોના વાયરસ (Coronavirus)વેક્સીન સામે સફળતા મળ્યા પછી હવે વેરિયન્ટનો (Corona Variants)ખતરો જોવા મળી રહ્યો છે. મહામારીની શરૂઆતથી જ કોરોના વાયરસ પોતાનું રૂપ બદલી રહ્યો છે. આવામાં કેટલાક અમેરિકી શોધકર્તાઓએ બચાવ માટે એક ખાસ વેક્સીન ડિઝાઇન કરી છે. આ વેક્સીન SARS-CoV-2ની સાથે-સાથે અન્ય કોરોના વાયરસ સામે પણ સુરક્ષા આપશે.
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલાઇનાના શોધકર્તાએ જાણ્યું કે 2003માં સાર્સ અને કોવિડનું કારણ બનેલા કોરોના વાયરસનો હંમેશા ખતરો રહેશે. આવામાં શોધકર્તાઓએ એક નવી વેક્સીન તૈયાર કરી છે. હાલ આ વેક્સીનનું ટ્રાયલ ઉંદર પર કરવામાં આવ્યું. પરિણામ આવ્યું કે વેક્સીને ઉંદરોને ફક્ત કોવિડ-19 સામે જ નહીં પણ અન્ય કોરોના વાયરસથી પણ બચાવ્યા હતા.
જર્નલ સાયન્સમાં પ્રકાશિત સ્ટડીમાં સેક્ન્ડ જનરેશન વેક્સીન પર ધ્યાન આપવામાં આવ્યું, જે સરબેકોવાયરસને નિશાન બનાવે છે. સરબેકોવાયરસ કોરોના વાયરસના મોટા પરિવારનો ભાગ છે. સાથે જ સાર્સ અને કોવિડ-19 ફેલાયા પછી વાયરોલોજિસ્ટ્સ માટે જરૂરી બનેલા છે. જાણકારો આ વાયરસ પર પ્રાથમિકતા સાથે કામ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ ટીમે તેમાં mRNAનો ઉપયોગ કર્યો છે, જે ફાઇઝર અને મોડર્ના વેક્સિનની જેમ જ છે.
જોકે તેમાં એક વાયરસ માટે mRNA નાખવાના બદલે તેમણે ઘણા કોરોના વાયરસને mRNA સાથે જોડી દીધા છે. ઉંદરોને જ્યારે આ હાઇબ્રિડ઼ વેક્સીન આપવામાં આવી તો તેણે અસરદાર રીતે અલગ-અલગ સ્પાઇક પ્રોટીન્સ સામે ન્યૂટ્રુલાઇઝિંદ એન્ટીબોડી તૈયાર કરી હતી. શોધકર્તાઓએ આશા વ્યક્ત કરી છે કે આગળ વધારે ટેસ્ટિંગ પછી વેક્સીનને આગામી વર્ષે માણસ પર ટ્રાયલ માટે લાવી શકવામાં આવી શકે છે. યૂએનસી ગિવિંગ્સ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં એક પોસ્ટડોક્ટરલ રિસર્ચર ડેવિડ માર્ટિનેજે કહ્યું કે અમારી પ્રાપ્તી ભવિષ્ય માટે ઉજ્જવળ જોવા મળે છે, કારણ કે આ બતાવે છે કે સક્રિય રૂપથી વાયરસ સામે સુરક્ષા આપવા માટે અમે વધારે યૂનિવર્સલ પેન કોરોના વાયરસ તૈયાર કરી શકીએ છીએ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર