Home /News /national-international /UP: આ ગામ કહેવાય છે ‘જમાઈઓનું ગામડું, ઘર જમાઈઓના ગામની પાછળ રસપ્રદ છે કિસ્સો

UP: આ ગામ કહેવાય છે ‘જમાઈઓનું ગામડું, ઘર જમાઈઓના ગામની પાછળ રસપ્રદ છે કિસ્સો

પ્રતિકાત્મક તસવીર

ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. દેશમાં જમાઈઓનું ગામડું કહેવાતું એક ગામ છે. આ ગામમાં લગભગ 70 ઘર છે, જેમાંથી 40થી વધુ તો માત્ર ઘર જમાઈઓના છે. આ કારણે કાનપુર જિલ્લાના આ ગામનું નામ દમાદનપુરવા પડી ગયું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ગામમાં મોટાભાગના પુરુષો ઘર જમાઈઓ છે.

વધુ જુઓ ...
ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. દેશના દરેક ખૂણે એક નવી જ પ્રકારની અલગ જ કહાની રોજબરોજ બનતી હોય છે. દેશમાં જમાઈઓનું ગામડું કહેવાતું એક ગામ છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં આ ગામની ઓળખ જમાઈઓના કારણે છે. આ કારણથી તેનું નામ દમાદનપુરવા પણ પડી ગયું છે.  કાનપુર દેહાત જિલ્લાના અકબરપુર વિસ્તારમાં આવેલું આ દમાદનપુરવા ગામ મુખ્યાલયથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ગામમાં મોટાભાગના પુરુષો ઘર જમાઈઓ છે. આ ગામમાં લગભગ 70 ઘર છે, જેમાંથી 40થી વધુ તો માત્ર ઘર જમાઈઓના છે.

હવે વિદેશોમાં પણ વાગશે IITનો ડંકો, આ દેશોમાં ટૂંકમાં જ ખુલશે કેમ્પસ

એક જમાઈઓએ અહીં મકાનો બનાવ્યા પછી આસપાસના ગામોના લોકોએ આ ગામડાને દમદાનપુરવા નામ આપ્યું છે. અંતે સરકારી દસ્તાવેજમાં પણ આ નામનો સ્વીકાર કરાયો છે, એટલેકે નામ બદલવાની મંજૂરી આપી છે. વડીલોના જણાવ્યા અનુસાર વર્ષ 1970માં સરિયાપુર ગામની રાણીના લગ્ન જગમનપુર ગામના સાવરે કથેરિયા સાથે થયા હતા. લગ્ન બાદ સાવરે સાસરે રહેવા લાગ્યા. બાદમાં જ્યારે જગ્યા ઓછી પડી ત્યારે તેમને ગામ નજીક જ જમીન આપવામાં આવી. જોકે હાલ તેઓ આ દુનિયામાં નથી પરંતુ તેના દ્વારા શરૂ કરાયેલી આ નવી રીત ચાલુ છે.

તેમના પછી જુરૈયા ઘાટમપુરના વિશ્વનાથ, ઝાબિયા અકબરપુરના ટ્રસ્ટ, એન્ડવા બરૌરના રામપ્રસાદ જેવા લોકોએ સરિયાપુરની પુત્રીઓ સાથે લગ્ન કર્યા અને ઘર બનાવીને આ ગામમાં જ રહેવા લાગ્યા હતા. 2005 સુધીમાં અહીં 40 જમાઈઓના ઘર બની ગયા હતા. જેથી લોકો તેને દમાદનપુરવા કહેવા લાગ્યા હતા, પરંતુ સરકારી દસ્તાવેજોમાં તેનું નામ મળ્યું નહોતું. બે વર્ષ પછી ગામમાં શાળા બનાવવામાં આવી અને તેના પર દમદાનપુરવા નામ રજીસ્ટર કરવામાં આવ્યું હતું.

રશિયન રાષ્ટ્રપતિ પુતિનના રાઈટ હેન્ડ ગણાતા એલેક્ઝાન્ડર ડુગિનની દીકરીની કારમાં બ્લાસ્ટ કરી હત્યા

બીજી બાજુ જમાઈઓની ઘર જમાઈ કહો કે ગામ જમાઈ કહો, આ પરંપરા આગળ વધતી રહી છે. જમાઈ અહી રહીને જીવનનિર્વાહ કરતા ગયા છે. હવે આ ગામની દમદાનપુરવાના નામે નોંધણી પણ થઈ ગઈ છે.

ત્રીજી પેઢીમાં પણ જમાઈઓ સ્થાયી થયા –

આ ગામના સૌથી મોટા જમાઈ રામપ્રસાદની ઉંમર લગભગ 78 વર્ષ છે. તેઓ 45 વર્ષ પહેલા સાસરિયાના ઘરે સ્થાયી થયા હતા. તે જ સમયે નવા જમાઈઓમાં, અવધેશ તેની પત્ની શશી સાથે અહીં સ્થાયી થયો છે. હવે ત્રીજી પેઢીમાં પણ જમાઈઓ અહીં સ્થાયી થવા લાગ્યા છે.  નોંધનીય છે કે, દમાદનપુરવા ગામની વસ્તી 500 જેટલી છે અને 270 મતદારો છે. લોકો જ્યારે દમાદનપુરવાના બોર્ડ વાંચે છે ત્યારે હસી પડે છે. હવે આ જ નામ પોસ્ટલ એડ્રેસમાં પણ નોંધાઈ ગયું છે.
First published:

Tags: Ajab gajab news, Amazing, Uttar Pradesh‬, Villager

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन