દુકાનદાર વગરની દુકાન, ચીજવસ્તુ લઇ જાવ, પૈસા મૂકી જાવ

News18 Gujarati
Updated: February 10, 2019, 7:38 AM IST
દુકાનદાર વગરની દુકાન, ચીજવસ્તુ લઇ જાવ, પૈસા મૂકી જાવ

  • Share this:
દુનિયામાં એવી એકપણ દુકાન નથી જ્યાં દુકાનદાર હાજર ન હોય, મોલમાં પણ વસ્તુ લીધા પછી પૈસા સ્વીકારવા માટે માણસો હોય છે. પરંતુ તમને જાણીને નવાય લાગશે કે ભારતમાં કેરળના કન્નુરમાં એક દુકાન એવી છે જ્યાં કોઇ દુકાનદાર નથી. ગ્રાહક જોઇતી વસ્તુ લઇ જાય છે અને તેના બદલામાં પૈસા મૂકી જાય છે. જો કે આ દુકાન પાછળ એક માનવતાનું કારણ જોડાયેલું છે. આવો જાણીએ શું છે તે કારણ.

વાત છે કેરળના કન્નૂરમાં આવેલી એક દુકાનની, અહીં ના તો કોઇ દુકાનદાર છે કે ના તો કોઇ સેલ્સમેન, આ દુકાનની શરૂઆત 1 જાન્યુઆરી 2019ના રોજ કન્નૂરના Vankulathuvayal વિસ્તારમાં કરવામાં આવી હતી.

આ દુકાનમાં કોઇ પણ શોપ કીપર નથી અને ના તો કોઇ સેલ્સમેન, તમે અહીથી જે ઇચ્છો તે ખરીદી શકો છો


શું છે આ દુકાન પાછળનું કારણ ?

કેન્નુરમાં આવેલી આ દુકાનની પહેલી ખાસિયત એ છે કે આ દુકાનમાં મળતો દરેક સામાન દિવ્યાંગ લોકો દ્વારા બનાવવામાં આવ્યો છે. દુકાનને 'જનશક્તિ ટ્રસ્ટ' નામનું એક ટ્રસ્ટ ચલાવે છે. આ સંસ્થા દિવ્યાંગ લોકોનું કલ્યાણ કરે છે.આ સંસ્થા સાથે કેટલાક એવા લોકો જોડાયેલા છે, જે વિકલાંગ છે પરંતું રોજ-બરોજની જરૂરીયાતનો સમાન બનાવે છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટને અહી વેચવામાં આવે છે.

આસપાસના લોકો દુકાન ચલાવવા માટે કરે છે મદદઆ દુકાનને ચલાવવામાં આસપાસ શાકભાજી વેચનારા લોકો મદદ કરે છે. સવારે 6 વાગ્યે તે લોકો તેને ખોલે છે અને રાત્રે 10 વાગ્યે બંધ પણ કરે છે. કોઇ ગડબડ ના થાય તેની માટે ત્યાં સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે.

આ દુકાનને ચલાવવામાં આસપાસ શાકભાજી વેચનારા લોકો મદદ કરે છે.


આ મેસેજ થઇ રહ્યો છે વાયરલ

આ દુકાનના દરવાજા પર એક બોર્ડ લાગેલુ છે, જેની પર લખ્યુ છે, 'આ દુકાનમાં કોઇ પણ શોપ કીપર નથી અને ના તો કોઇ સેલ્સમેન, તમે અહીથી જે ઇચ્છો તે ખરીદી શકો છો, માત્ર તમારે સામાન પર લખેલી પ્રાઇસને અહી રાખેલા બોક્સમાં નાખી દેવાની છે' લોકો આ દુકાનમાંથી સામાન પણ ખરીદે છે અને પૈસા પણ નાખે છે.
First published: February 9, 2019
વધુ વાંચો
अगली ख़बर