રસ્તા કિનારે સૂતાં લોકોની હત્યા કરતો હતો આ 'સાઇકો કિલર', પોલીસે આવી રીતે ઝડપ્યો

News18 Gujarati
Updated: February 5, 2020, 2:29 PM IST
રસ્તા કિનારે સૂતાં લોકોની હત્યા કરતો હતો આ 'સાઇકો કિલર', પોલીસે આવી રીતે ઝડપ્યો
સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે સાઇકો કિલરની ધરપકડ કરી દીધી.

'સાઇકો કિલર'ને શોધવા માટે પોલીસે 50 સીસીટીવી કેમેરા તપાસ્યા, આવી રીતે મળ્યું પગેરું

  • Share this:
ઈન્દોર : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઈન્દોર (Indore) શહેરના નલિયા બાખલ વિસ્તારમાં મંગળવાર અને બુધવાર દરમિયાનની રાત્રે રસ્તા કિનારે સૂતાં મજૂર પર એક માથાફરેલાએ લોખંડના સળીયાથી ઘાતકી હુમલો કરી દીધો. હુમલામાં મનોજ નામનો વ્યક્ત‍િ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ઘાયલને ગંભીર અવસ્થામાં એમવાય હૉસ્પિટલ (MY Hospital)માં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની જાણકારી મળતાં જ વિસ્તારની પોલીસ હરકતમાં આવી અને હુમલાખોરની તલાશ શરૂ કરી દીધી. જોકે, શરૂઆતમાં પોલીસની પાસે હુમલા પાછળનું કારણ અને હુમલાખોર વિશે કોઈ જાણકારી ન મળી. ઘાયલ પણ બોલવાની અવસ્થમાં નહોતો અને પરિવાર સાથે કોઈને વેર હોવાની પણ કોઈ જાણકારી સામે નહોતી આવી.

CCTVથી મળ્યું પગેરું

જ્યારે પરિવાર તરફથી કોઈ પર સંદેહ વ્યક્ત ન કરવામાં આવ્યો ત્યારે પોલીસ સ્ટેશન પ્રભારી અમૃતા સોલંકી સહિત તમામ પોલીસ અધિકારીઓએ વિસ્તારમાં લાગેલા લગભગ 50 સીસીટીવી કેમેરાની તલાશ શરૂ કરી. વિસ્તારની એક દુકાન પર લાગેલા સીસીટીવીમાં આરોપી હુમલો કરતો અને આસપાસના સીસીટીવીમાં આવતા-જતાં કેદ થયો હતો. તેના દેખાવને આધારે પોલીસે આરોપીને ગોરાકુંડ વિસ્તારથી એ સમયે ઝડપી પાડ્યો જ્યારે તે ભાગવાના પ્રયાસમાં હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અજીત પહેલા પણ આ પ્રકારની બે હુમલાઓને અંજામ આપી ચૂક્યો છે અને હત્યાના મામલામાં થોડા સમય પહેલા જ જેલથી છૂટીને આવ્યો હતો.

પહેલા પણ રસ્તા કિનારે સૂતાં વ્યક્તિની હત્યા કરી ચૂક્યો છે આરોપી

પોલીસ અધિકારી અમૃતા સોલંકી મુજબ એક વ્યક્તિને ઘાયલ થવાની જાણકારી પણ તલાશ શરૂ કરી તો જાણવા મળ્યું કે ઘાયલ મજૂર મનોજ પર એક અજાણ્યા યુવકે હુમલો કર્યો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. ઘાયલની ફરિયાદ પર કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપી અજીત સિંહનો ગુનાહિત ઈતિહાસ છે. આરોપી પહેલા પણ રસ્તા કિનારે સૂતાં લોકો પર હુમલો કરી ચૂક્યો છે, જેમાં એક ઘાયલનું મોત થયું હતું. આરોપી કારણ વગર જ રસ્તા કિનારે સૂતાં લોકો પર ઘાતક હુમલા કરે છે. ધરપકડ કરાયેલા આરોપીને કોર્ટના આદેશ પર જેલ મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો, માતાએ ગળું દબાવીને પોતાના બે દીકરાઓની કરી હત્યા, પડોશના શૌચાલયમાં લાશો છુપાવી દીધી

First published: February 5, 2020, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading