‘કોરોના વાયરસ’ વિશે 2013માં કરવામાં આવી હતી આગાહી, જાણો શું છે સમગ્ર મામલો

‘કોરોના વાયરસ’ વિશે 2013માં કરવામાં આવી હતી આગાહી, જાણો શું છે સમગ્ર મામલો
ફાઇલ તસવીર

ભારતમાં કોરોનાના કેસ સતત રેકોર્ડ તોડી રહ્યા છે. મોટાભાગના દેશ કોરોનાની ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી રહ્યા છે.

  • Share this:
વૈશ્વિક મહામારીને દોઢ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. ત્યારે દરેક વ્યક્તિ પરિસ્થિતિ સામાન્ય ક્યારે થશે તેની રાહ જોઈ રહી છે. દરેક વ્યક્તિના જીવનમાં કોરોના વાયરસ, હેન્ડ સેનિટાઈઝર, ટ્રાન્સમિશન, વેક્સીનેશન, કોવિડ-19, SARS વાયરસ અને હોટસ્પોટ આ દરેક શબ્દો સામાન્ય થઈ ગયા છે. ભારતમાં કોરોનાની બીજ લહેરમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારતમાં કોરોનાના કેસ સતત રેકોર્ડ તોડી રહ્યા છે. મોટાભાગના દેશ કોરોનાની ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી રહ્યા છે. આ મહામારીને વર્ણવા માટે ઘણી વખત અભૂતપૂર્વ અને કકૅચ ઓફ ગાર્ડ જેવા શબ્દો વપરાય છે. જેના દ્વારા સમજાવાય છે કે વાયરસના આ પ્રસારને કેમ ન રોકી શકાયો. પરંતુ જો વાયરસના પ્રસારની આગાહી પહેલેથી જ કરી દેવાયી હોત તો?

ત્યારે ઈન્ટરનેટ પર આવું જ કંઇક થયું છે અને 2013નું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે, કે જેમાં એક વ્યક્તિ દ્વારા કોરોના વાયરસની આગાહી કરવામાં આવી છે. @Marco_Acorte નામના વ્યક્તિએ ટ્વિટર પર આ પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે, “કોરોના વાયરસ.... આવી રહ્યો છે.”

જોકે, ટ્વિટમાં અન્ય કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ તેમાં એક ‘કોરોના વાયરસ’ના ગ્રુપ વિશે વાત કરવામાં આવી હતી, જેનો કોવિડ-19 સાથે કોઈ સંબંધ નથી. એક વર્ષ પહેલા જ્યારે વૈશ્વિક મહામારી આવી, ત્યારે પણ આ ટ્વિટ ખૂબ જ વાયરલ થયું હતું. ઉલ્લેખનીય છે કે, તમે ટ્વિટર પર તારીખને એડિટ નથી કરી શકતા.માર્કોએ 2016 બાદ કોઈપણ પ્રકારનું ટ્વિટ કર્યું નથી, તેણે છેલ્લે માત્ર એક સ્માઈલીની ઈમોજીની પોસ્ટ કરી હતી.‘કોરોના વાયરસ’ એક ડિસીઝ ગ્રુપનું નામ છે, જે 2013ની પહેલાથી અસ્તિત્વમાં છે. આ ટ્વીટ ચીનની એક સ્ટડી સામે આવ્યું હતું. ત્યારે પણ ટ્રેન્ડ થયું હતું, જેમાં 2015માં મહામારી વિશે આગાહી કરી હતી. એક ડોક્યુમેન્ટમાં સામે આવ્યું હતું કે, ચાઈનીઝ વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓ “ન્યુ એરા ઓફ જેનેટિક વેપન્સ” વિશે ચર્ચા કરી રહ્યા હતા, એટલે કે 'કૃત્રિમ રીતે માનવ રોગ વાયરસમાં હેરફેર કરીને તેને ફેલાવી શકાય છે. આ પ્રકારના દસ્તાવેજ 2015માં લખવામાં આવ્યા હતા.

‘ધ અનનેચરલ ઓરીજિન્સ ઓફ SARS એન્ડ સ્પેસિસ ઓપ મેન મેડ વાયરસિસ એઝ જેનેટિક બાયોવેપન્સ’ ટાઇટલ ધરાવતા પેપરમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રીજુ વિશ્વયુદ્ધ બાયોલોજિકલ વેપન્સથી લડવામાં આવશે.જેનાથી જાણી શકાય છે કે, પાંચ વર્ષ પહેલા જ્યારે કોરોના વાયરસ આવ્યો ન હોતો, ત્યારે ચાઈનીઝ વૈજ્ઞાનિકો SARS કોરોનાવાયરસના હથિયારીકરણ વિશે ચર્ચા કરી રહ્યા હતા.
Published by:News18 Gujarati
First published:May 10, 2021, 13:32 pm

ટૉપ ન્યૂઝ